તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન માટે મની પર્સનાલીટી પણ મેચ કરતા યુગલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: આપણે ત્યાં જયારે પરિવારના સંતાનના લગ્ન માટે યોગ્ય ઉમેદવારોની પસંદગીનું કાર્ય શરૂ કરાય છે ત્યારે જે તે પાત્રની કુંડળીની સાથોસાથ હવે તેના મની પર્સનાલીટીને પણ મેચ કરવામાં આવી રહ્યા છે. દેશના મોટા મોટા મહાનગરની માફક હવે ગુજરાત રાજયના મેટ્રોસીટીઓમાં આ અંગેની પ્રોસેસ થઇ રહી હોવાનું જાણવા મળેલ છે.
હવે ચોતરફ પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે નોકરી કરી રહેલા યુવક અથવા યુવતીઓ જીવનસાથીની પસંદગીની પ્રક્રિયા દરમિયાન લગ્ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા હવે કુંડળી, ઘર પરિવારનું બેકગ્રાઉન્ડ સહિતની અન્ય આનુષાંગીક માહિતીઓની સાથોસાથ જે તે પાત્રનું મની મેનેજમેન્ટ અને મની નેટવર્ક અંગેની માહિતીઓથી પૂરેપૂરા માહિતગાર થઇ રહ્યા છે.
લગ્નના પવિત્ર બંધનથી બંધાતા પહેલા મોસ્ટ એજયુકેટેડ યુવક યુવતીઓ પરસ્પર મહત્વપુર્ણ વાતચીત દરમિયાન મની મેનેજમેન્ટ અને મની નેટવર્ક સહિતની માહિતીઓ પણ મેચ કરતા હોય છે.જે હાલના સંજોગોમાં અન્ય યુગલોના તૂટી રહેલા સંબંધોના સમાચાર વચ્ચે તજજ્ઞો દ્વારા અત્યંત જરૂરી મનાઇ રહેલ છે.
લગ્ન પહેલા જ નોકરીયાત યુગલો બંનેના આવકના સાધનોનું યોગ્ય મેનેજમેન્ટ વિચારવા લાગે છે. અને પરસ્પરના શોખ,ખર્ચની આદતો અને અન્ય પસંદ નાપસંદથી વાકેફ થતા ભવીષ્યમાં મોટી સમસ્યા રહેતી નથી. આ માટે અનેક યુગલો જયોતીષીઓની પણ સલાહ લેતા હોય છે. જયોતીષીઓ પાસે મેરેજ કાઉન્સેલિંગ માટે આવતા અનેક પરિવારો પૈકી 90 ટકા પરિવારો હવે જે તે પાત્રની મની પર્સનાલીટી પર પ્રથમ પ્રાયોરીટી રાખી રહ્યા છે અને પછી કુંડળી મેચ કરવામાં આવે છે.

એજયુકેટેડ યુવતીઓ નાણાકીય બાબતોને લઇને સંવેદનશીલ રહેતી હોય છે. પ્રથમ પરિચયના ગાળામાં યુવાનના વધારાના ખર્ચ કરવાની આદતથી યુવતીઓ સબંધ માટે ના પાડતા પણ અચકાતી નથી. પરસ્પરની સમજૂતીથી નાણાનું યોગ્ય મેનેજમેન્ટ કરી શકનારા યુગલો જ જીવનભર સાથ નિભાવવામાં અનેરું સુખ માને છે.
અન્ય સમાચારો પણ છે...