તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલતંત્ર સાંભળતુ નથી અને લોકોને પાટા ઓળંગવા બનવું પડે છે મજબુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર: સિહોર રેલવે સ્ટેશન પર મુસાફરોને પ્લેટફોર્મ નં. 1 પરથી નં.2 જવામાં હાલમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, બાળકોને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. રેલવે તંત્ર દ્વારા વહેલી તકે ઓવરબ્રીજ બનાવાય તો મુસાફરોને હેરાનગતિમાંથી મુક્તિ મળે.


આજે દિન-પ્રતિદિન લોકોની જનસુખાકારી પ્રત્યેની અપેક્ષાઓ વધી રહી છે. અને જયારે એે સુવિધા આપવામાં તંત્ર ઊણું ઊતરે ત્યારે મુસાફરી મોંઘી બનતી જાય છે. કંઇક અંશે રેલવેની સુવિધા સસ્તી છે. સિહોર મોટું રેલવે સ્ટેશન હોવા છતાં અહીં રેલવે સ્ટેશનમાં ઓવર બ્રિજ ન હોવાને કારણે મુસાફરો ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે.જેને કારણે અહીં આવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


ભાવનગરથી સુરેન્દ્રનગર જતી કે અન્ય ટ્રેનો પ્લેટ ફોર્મ નં.2 ઉપર ઊભી રહે છે. જયારે મુસાફરોને પ્લેટફોર્મ નં.1 ઉપરથી પ્લેટફોર્મ નં.રમાં જવામાં ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. બ્રોડગેજ લાઇનને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ બનાવવામાં આવેલ હોય પ્લેટફોર્મની ઊંચાઇ વધારે હોય છે. સિહોર કરતાં નાના એવા ધોળા રેલવે સ્ટેશનમાં ઓવર બ્રિજ હોય તો  સિહોરમાં શા માટે નહીં ? સિહોરવાસીઓની માગણીને ધ્યાને લઇ રેલવે તંત્ર દ્વારા સિહોરના રેલવે સ્ટેશનમાં વહેલામાં વહેલી તકે ઓવરબ્રિજ બનાવવા યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે અત્યંત આવશ્યક છે.

 

લાંબા રૂટની ટ્રેનોથી ધમધમતુ સિહોરનું સ્ટેશન 


સિહોર રેલવે સ્ટેશનથી પાલિતાણા, દ્વારકા (ઓખા), મુંબઇ, સુરેન્દ્રનગર, રાજકોટ સહીતના નાના-મોટા શહેરોમાં અને અન્ય રાજયોમાં જવા માટે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આટલા મોટા સ્ટેશનમાં ઓવર બ્રિજ ન હોવાને કારણે વૃધ્ધો, મહિલાઓ અને બાળકો સહીત સૌ કોઇને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...