તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા: મુદત ગામે ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યા, ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર/મહુવા: મહુવા તાલુકાના મુદત ગામે ગણેશ વિસર્જન માટે આવેલા મોરદેવી નજીક મુદત ગામની સીમમાંથી પસાર થતી પુણા નદીમાં ગયા હતાં ત્યારે છ જેટલા યુવાનો ગણેશ વિસર્જન માટે નદીમાં ઉતરતાં નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતાં.જે પૈકી બે યુવાનોને સ્થાનિકોએ બચાવી લીધા હતાં. જ્યારે ચાર જેટલા યુવાનો પાણીમાં ગરક થઈ જતાં સ્થાનિક તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે. પાણીમાં ગરક થનાર ત્રણ યુવાનો મોરદેવીના અને એક યુવાન મહુવા તાલુકાના બોરિયાગામનો હતો.
ગણેશ વિસર્જન પ્રક્રિયામાં યુવાનની જીંદગીનું વિસર્જન
ભાવનગર:ગુરૂવારે ગણેશ વિસર્જન ઉત્સવના અંતિમ દિને દુર દુરથી લોકો દરિયા કાંઠે તેમજ ડેમ અને નદીઓમાં ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા ઢોલ-નગરા અને ડી.જે. સાઉન્ડ સાથે નાચતા-ગાતા જઇ રહ્યા હતા. ત્યારે આજે પાલિતાણાના ડેમના કાંઠા વિસ્તારમાં વિસર્જન વખતે ગારિયાધારનો એક યુવક ડૂબી જતાં અરેરાટી સાથે આનંદનો માહોલ શોકમાં ફેરવાઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગારિયાધારના કેટલાક ભાવિકો ગણેશ વિસર્જન માટે પાલિતાણા આવ્યા હતા અને હસ્તગીરી રોડ પર આવેલ ડુંગરપુર ગામ પાસેના શેત્રુંજી ડેમના કાંઠા વિસ્તારમાં મૂર્તિનું વિસર્જન કરતા હતા તે વેળાએ દર્શન રમેશભાઇ વાઘાણી (ઉ.વ.18) રહે ખત્રીજી કુઇ વિસ્તાર, ગારિયાધાર) ડૂબી જતાં અને પાણી પી તાં તેનું મોત નીપજ્યું હતું.
મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. વધુ તપાસ પાલિતાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...