તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં સરકારી તંત્ર દ્વારા આરોપીઓને સત્તાનો લાભ : દલિતોનો આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:ઉના તાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દલિત યુવાનો પર થયેલ હુમલાનાં પ્રચંડ પડઘા સમગ્ર દેશ સાથે ભાવનગર શહેર-જિલ્લામાં પડયા છે. અને બુધવારે બંધ સહીતનાં એલાન બાદ દલિત સમાજની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા બજારો બંધ કરાવાયા બાદ આજે શહેરમાં જનજીવન થાળે પળ્યું હતું જોકે જિલ્લામાં રેલી અને સૂત્રોચ્ચાર સાથે આવેદન અપાયા હતા.ભાવનગરનાં ચૂંટાયેલા દલિત પ્રતીનીધી હોય, તેઓનો સમાજ તેઓ પર નીર્ભર હોય માટે દલિતોને ન્યાય અપાવવા જો તા.23/7/2016 સુધીમાં ઉના કાંડના બાકીના આરોપીઓને પકડવામાં નહીં આવે તો તા.24/7/2016ના રોજ બપોરે 3થી 6 કલાક સુધીમાં કલેકટર કચેરી ભાવનગર સામે કોર્પોરેટર જીતુભાઇ સોલંકી અને કોર્પોરેટર અરવિદભાઇ પરમારે આત્મ વિલોપન કરવાની ફરજ પડશે અને તે બાબતની જવાબદારી તંત્ર અને સરકારની રહેશે તેમ કલેકટરને પત્ર પાઠવી જણાવેલ છે.
મહુવામાં સરકારી તંત્ર દ્વારા આરોપીઓને સત્તાનો લાભ : દલિતોનો આક્ષેપ
ઉના તાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દલિત યુવાનો પર થયેલ હુમલાનાં પ્રચંડ પડઘા સમગ્ર દેશ સાથે ભાવનગર શહેર-જિલ્લામાં પડયા છે. અને બુધવારે બંધ સહીતનાં એલાન બાદ દલિત સમાજની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા બજારો બંધ કરાવાય હતી.તેમજ આ મામલે રેલી,સૂત્રોચ્ચાર અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. તો મહુવામાં સરકારી તંત્ર દ્વારા આરોપીઓને સતાનો લાભ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી દલિત સમાજે રેલી કાઢી ડે.કલેકટરને આવેદન આજે આવેદન પાઠવ્યું હતુ.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં દલિત સમાજ ઉપર યેનકેન પ્રકારે અત્યાચારો વધતા જતાં હોય તેમજ સરકારી કર્મચારીઓ પણ અત્યાચારનો ભોગ બનનાર દલિતો વિરૂદ્ધ પોતાની સતાનો દુરૂપયોગ કરતાં હોય તથા હાલ ગોંડલ તથા ઉના તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે થયેલ દમન તેમજ દલિતો વિરૂધ્ધ કાવત્રાને અંજામ આપવા સરકારી તંત્ર દ્વારા આરોપીઓને સતાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તેના વિરોધમાં ગુરૂવારે મહુવાનાં નૂતનનગર ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગ પર મોટી સંખ્યામાં દલિત સમાજનાં લોકો એકઠા થઇ રેલી સ્વરૂપે કોર્ટમાં ડે.કલેકટર મહુવાને આવેદન પત્ર પાઠવેલ છે.
જયારે સિહોરનાં વળાવડ ગામે દલિત સમાજ દ્વારા 24 કલાકનાં ધરણાનો કાર્યક્રમ આપવામા઼ આવ્યો હતો.ગઢડા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉનામાં યુવાનો પર થયેલા અત્યાચારને વખોડી શાંતિ રાખવાની અપીલ કરી હતી.ઉમરાળા દલિત સમાજે આજે ત્રીજા દિવસે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઇ આવેદન પત્ર પાઠવ્યું હતુ. ઢસામાં પણ દલિત સમાજ દ્વારા ભાવનગર-રાજકોટ હાઇ-વે બ઼ધ કરી ચકકાજામ કરવામા઼ આવ્યા હતા.જેથી બન્ને બાજુ વાહનોની લા઼બી લાઇનો લાગી ગઇ હતી.જેને બાદમાં પોલીસે ખુલ્લી કરાવી હતી.ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોટા સમઢીયાળાની ઘટનાને વખોડી કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો