માવઠા અને સતત ભેજને લીધે રવિપાકને નુકશાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર ઓખી વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. અનેક સ્થળો પર હળવા ભાવે વરસાદી ઝાપટાં પડી ગયા છે. આ ઉપરાંત ભેજવાળું વાતાવરણ થઇ જવાના કારણે ખેતીમાં ઊભા પાકને નુકસાન થઇ રહ્યું છે. વરસાદથી જીરું, ચણા, ધાણા, કપાસ, ડુંગળી અને લસણના પાકને વધુ નુકસાની થઇ છે. જો ભારે પવન ફૂંકાશે તો કપાસના છોડ નમી જવાનો ખતરો છે.


વરસાદ સામાન્ય પડ્યો છે, તેથી નુકસાની ઓછી થશે. કપાસ, જીરુંમાં મોટી નુકસાની થવાની સંભાવના છે. આ ઉપરાંત ધાણા, લસણ, ડુંગળીના પાકમાં સામાન્ય નુકસાની થશે. ઓખી વાવાઝોડુ આવવાની શક્યતા છે. આના કારણે પવન ફૂંકાવવા તથા હળાવથી ભારે વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાને રાખીને જિલ્લાના તમામ ખેડૂતોને તકેદારીના પગલા લેવા જણાવાયું છે.

 

જે ખેડૂતોએ કપાસનું વાવેતર કરેલ છે અને હાલમાં કપાસનો પાક ખેતરમાં ઉભો છે તેમણે તત્કાલ કપાસની વીણી કરી લેવી. ઘઉં, જીરૂ, ચણા તેમજ અન્ય શિયાળુ પાકનું વાવેતર કરેલ છે તેવા ખેડૂતોએ  ચાલુ અઠવાડીયા દરિમયાન પાકમાં પિયત આપવાનુ ટાળવું જેથી વધુ ભેજ ન લાગે તેમજ રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય. કોઇ કાપણી કરેલ પાક ખેતરમાં હોય તો તેને તત્કાલ  સલામત  સ્થળે ખસેડવાની કાયર્વાહી કરવી.

 

આટલું ધ્યાન રાખવું

 

-ખેડૂત ભાઈઓએ કપાસ તૈયાર હોય તો વીણી લેવો
-જીરું, ઘઉં, ધાણા, ચણા, લસણ, ડુંગળી અને શાકભાજી પાકોને પિયત આપવાનું મુલતવી રાખવું
-જીરુંના પાકમાં મેન્કો ઝેબ દવા 27 ગ્રામ 10 લિટર પાણીમાં મિશ્ર કરીને તત્કાલ છાંટવી જેથી કાળી ચરમી/કાળિયા રોગનો ઉપદ્રવ થાય નહીં. વરસાદ પછી પણ આજ દવાનો ફરીને છંટકાવ કરવો
-ખેતરમાં રહેલો તૈયાર માલ ઢાંકી દેવો અથવા સલામત સ્થળે રાખી દેવો
-વરસાદનું વધારાનું પાણી ખેતરમાં ભરાય રહે નહીં તે માટે તેના નિકાલની વ્યવસ્થા કરવી
-ફળ પાકોમાં પાકા ફળો ઉતારી બજારમાં મોકલી દેવા
-પશુઓને સલામત સ્થળે રાખવા

 

અન્ય સમાચારો પણ છે...