તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલખીમાં લઈ જવાયો પ્રમુખસ્વામીનો પાર્થિવ દેહ, છેલ્લા દર્શન માટે ભક્તોની પડાપડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: બાપ્સના વડા શ્રી પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે રાજ્યભરમાંથી ભકતોનો અવિરત પ્રવાહ સાળંગપુર આવી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવાર સવારે બાપાના અંતિમ દર્શન કરીને આરતી ઉતારી હતી. સોમવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાળંંગપુર ખાતે બાપાના અંતિમ દર્શન માટે આવવાના હોઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ સાળંગપુર પહોંચશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ 16 ઑગસ્ટના રોજ આવશે. રવિવારે મોડી રાત સુધીમાં ત્રણ લાખ હરિભક્તોએ ભીની આંખે શોકાતુર સ્થિતિમાં બાપાના અંતિમ દર્શન કર્યા હતા.
સાળંગપુર મંદિર પરિસરમાં શાસ્ત્રી મહારાજની પ્રતિમા સામે જ અંતિમ સંસ્કાર થશે
‘ગુરુજી અને સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીમાં મને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવે’ તેવી ઈચ્છા પ્રમુખ સ્વામી મહારાજે હયાતીમાં વ્યક્ત કરી હતી. જેથી બુધવારે સાળંગપુર સ્થિત મંદિર પરિસરમાં શાસ્ત્રીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજના નશ્વરદેહના અંતિમ સંસ્કાર કરાશે. બીએપીએસ સંસ્થાના નવા વડા મહંત સ્વામી અને ડોક્ટર સ્વામી જેવા સંસ્થાના પ્રમુખ સંતો દ્વારા મુખાગ્નિ અપાશે. તેમની અંતિમયાત્રા ડોમથી મંદિરના સંકુલ સુધી જશે. જ્યાં તેમને પંચામૃતથી સ્નાન કરાવાશે અને ત્યારબાદ આરતી કરવામાં આવશે. હરિભક્તો દ્વારા પ્રદક્ષિણા કર્યા બાદ ચંદનના લાકડાનો ઉપયોગ કરીને અગ્નિદાહ અપાશે.
દર્શન માટે ભક્તોની ભીડ
પ્રમુખ સ્વામી મહારાજે શનિવારે સાંજે છ વાગ્યે સાળંગપુર મંદિર ખાતે ચિરવિદાય લીધી હતી. તેમના અક્ષરગમનના સમાચાર ફેલાતા જ વિશ્વભરના હરિભક્તોમાં ભારે શોકની લાગણી પ્રવર્તી હતી. શનિવારે મોડી સાંજથી જ રાજ્ય, દેશ, દુનિયાના વિવિધ ભાગોમાંથી હરિભક્તો દર્શનાર્થે સાળંગપુર ખાતે આવવા લાગ્યા હતા. રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્યપાલ ઓ.પી.કોહલી સહિત ત્રણ લાખથી વધુ ભક્તોએ પ્રમુખ સ્વામીના નશ્વરદેહના દર્શન કર્યા હતા.
અંતિમ દર્શન બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'સ્વર્ગમાંથી પણ બાપાના આશીર્વાદ મળશે, ગુજરાતને બાપાની ખોટ સાલશે'

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દર્શન કર્યા બાદ આરતી કરી હતી. ભકતો સમક્ષ બાપા પ્રત્યેના આદર અને સેવાભાવની વાતો પણ તેમણે રજૂ કરી હતી. બીજી તરફ, મંદિરમાં દર્શનાર્થે આવતા હરિભકતો માટે મોટામોટા ડોમ બનાવવામાં આવ્યા છે.જ્યાં સંતો દ્વારા તેમના સમયકાળ દરમિયાન બાપાએ આપેલા આશીર્વચનો અને જીવનમાં કેવા ગુણો ઉતારવા જોઈએ તે અંગે સભાઓ સંબોધી હતી. દર્શનાર્થે આવતા હરિભકતોને મુશ્કેલી પડે નહીં એટલે સંપ્રદાયના સેવકોએ ખડેપગે સેવાઓ આપી વિવિધ તૈયારીઓ કરી હતી. સાથોસાથ ભકતોએ પણ એટલા જ સંયમથી દર્શન કરી અન્યો આવી શકે તે માટે પરત નીકળતા નજરે પડ્યા હતા.
મોદીના આગમન માટે ખાસ હેલિપેડ બનાવાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. તેમના આગમનની ખાસ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સુરક્ષા બંદોબસ્તને ધ્યાનમાં રાખીને એસપીજી કમાન્ડો દ્વારા પણ મોકડ્રિલ યોજવામાં આવી હતી. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાનને ભાવનગર એરપોર્ટથી સારંગપુર સુધી લાવવામાં આવનાર છે ત્યારે તેના માટે ખાસ હેલિપેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પહેલા એરફોર્સ દ્વારા મંદિર પરિસરનું હવાઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર પણ વીવીઆઇપીઓની ચહલપહલને કારણે એરપોર્ટ વ્યસ્ત રહ્યું હતું.
પ્રમુખ સ્વામીના દર્શન માટે નેતાઓની ભીડ

રવિવારે સાળંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે લાખો હરિભક્તો ઉપરાંત દેશભરના નેતાઓ પણ આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રમુખ સ્વામીની આરતી ઉતારી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બાપાના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. એનસીપીના પ્રફુલ પટેલ પણ દર્શનાર્થે સાળંગપુર આવ્યા હતા. કોંગ્રેસના શંકરસિંહ અને સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે.
17 ઓગસ્ટ સુધી કરી શકાશે અંતિમ દર્શન
બીએપીએસના વડા પ્રમુખસ્વામી મહારાજના દર્શન માટે 17 ઓગસ્ટ સુધી સંસ્થા દ્વારા શિડ્યુલ જાહેર કરાયું છે. રેલ્વે તંત્ર દ્વારા મુંબઈના ભક્તો માટે ભાવનગર સુધીની ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે. જ્યારે યુકે દ્વારા ભક્તો માટે ખાસ વિઝાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની પણ માહિતી છે. મુંબઈના હરિભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે રેલવે વિભાગે ખાસ મુંબઈ-ભાવનગર ટ્રેનની વ્યવસ્થા કરવામા આવી છે.
જિલ્લા પ્રમાણે દર્શન કરવાની તારીખ
14/8/2016 : રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા.
15/8/2016: તાપી, નર્મદા, ડાંગ, સેલવાસ, મુંબઇ, નવસારી, સુરત, બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર,
16/8/2016: જામનગર, કચ્છ, જુનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, અરવલ્લી. પાટણ, મહિસાગર, વડોદરા, પંચમહાલ, આણંદ.
17/8/2016 : સવારે 8 થી 11 વાગ્યા સુધી, ભરૂચ, વલસાડ
આગળ વાંચો, સવારે 9: 30 કલાકે ભક્તોને દર્શન આપ્યા, સાંજે 6 કલાકે અંતિમ શ્વાસ લીધો, તબીબોની દસ ટીમ દ્વારા તેઓ સારવાર લઈ રહ્યા હતા

તસવીરો - ધવલ ભરવાડ, અમદાવાદ


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો