કુંઢેલી: સુપ્રસિદ્ધ કવિશ્રી જલન માતરીને નરસિંહ મહેતા એવોર્ડ

Legendary Famous poet Jalan Matri  Narasimha Mehta Award 2016 in Kundheli
Bhaskar News

Bhaskar News

Sep 08, 2016, 03:18 AM IST
(સુપ્રસિદ્ધ કવિશ્રી જલન માતરી)
કુંઢેલી:નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેના સમગ્ર કવિતા સર્જનને લક્ષ્યમાં લઇને પ્રતિવર્ષ શરદ પૂર્ણિમાના રોજ અપાતો ગુજરાતી કવિતાના પ્રતિષ્ઠિત બાવીસમો નરસિંહ મહેતા એવોર્ડ અમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ કવિશ્રી જલન માતરીને એનાયત થશે.
2016ના વર્ષનો એવોર્ડ પૂ.મોરારીબાપુ દ્વારા અર્પણ થશે
આગામી તા.15મી ઓકટોબરના સાંજે 5 કલાકે જુનાગઢની ગીરી તળેટીના રૂપાયતન પરિસર ખાતે ગુજરાતના સાક્ષરો, વિદ્વજજનોની ઉપસ્થિતિમાં કવિશ્રીનુ સન્માન કરી રૂ.એક લાખ એકાવન હજારના રાશિ સાથે નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમાના સ્મૃતિ ચિહનનો 2016ના વર્ષનો એવોર્ડ પૂ.મોરારીબાપુ દ્વારા અર્પણ થશે.
82 વર્ષીય જલન માતરી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે
82 વર્ષીય જલન માતરી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. જલન, શુકન, સુખવદર, તપિશ જેવા પ્રસિદ્ધ ગઝલ સંગ્રહો, ઉર્મિની ઓળખ ભાગ-1,2, ઉર્મિનુ શિલ્પ, ઉઘડી આંખ બપોરે રણમાં (જીવન કથા) સહિતના સંગ્રહો આપનાર આ કવિ વલી ગઝલ એવોર્ડ 2007, ઉઘડી આંખ બપોરે રણમાં આત્મકથાને સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક (2005), વડોદરા સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડથી સન્માનિત છે.
હાલમાં નિવૃત જીવન ગાળીને સાહિત્ય સેવામાં મગ્ન છે
1957થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સેવામાં જોડાઇ ઓફીસ સુપ્રિન્ટેન્ડેટના હોદા પરથી 1992ના નિવૃત થઇ હાલમાં નિવૃત જીવન ગાળીને સાહિત્ય સેવામાં મગ્ન છે. ઉલ્લેખનિય છે કે પૂ.મોરારીબાપુ પ્રેરિત ગુજરાતી કવિતા ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સને 1999થી આપવામાં આવે છે.
X
Legendary Famous poet Jalan Matri  Narasimha Mehta Award 2016 in Kundheli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી