તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર મ્યુ. શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:  ભાવનગર મ્યુ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ભગવાન ભરોસે છે, 55 પૈકીની 37 શાળાઓ એવી છે કે, ત્યા સંભવિત કોઇ આગની ઘટના ઘટે તો તેનું નિયંત્રણ કરવાની કોઇ સુવિધા જ નથી, મતલબ કે અગ્નિ શામક સાધનો જ નથી!! જ્યા જુની બોટલો છે, તેમાં પણ મોટા ભાગની બોટલો એક્સપાયરી ડેઇટ જતી રહી છે!! જોકે કઇ કઇ શાળાઓમાં અગ્ન શામક સાધનો એક્સપાયરી ડેઇટ થઇ ગયા તેની જાણ સુધ્ધા જવાબદાર તંત્રને નથી.

કોર્પોરેશનની આર્થિક સ્થિતિ ભલે ડામાડોળ હોય, પણ કચેરીમાં સુવિધાઓ વધારવા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ નવાઇની વાત એ છે, જે શાળામાં ભુલકાઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યા તેની સલામતી માટે શાસકો કે તંત્રના પેટનું પાણી હલતું નથી!! છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓનું શિક્ષણ કથળી રહ્યું છે, તેની સામે સ્થળ પર સવલતો આપવામાં પણ તંત્ર નિષ્ફળ ગયું છે, અન્ય સલવતો ઉભી થાય કે ન થાય પણ જેમાં જીવનું  જોખમ હોય તેવી બાબતે પણ અમલદારોને કોઇ ગંભીરતા નથી.

મોટા ભાગની શાળાઓમાં આગને બુઝાવવા માટે કોઇ પણ પ્રકારના સાધનો  નથી!! બજેટમાં રૂપિયા 4 લાખની ફાળવણી કરી છે, પણ તે સુવિધા કયારે ઉભી થશે તેતો સમય જ કહેશે. 
નવાઇની વાત તો એ પણ છે કે, તમામ 55 શાળાના દસ્તાવેજ જે કચેરીમાં પડ્યા છે. તે નવાપરા ખાતેની શાસનાધિકારીની કચેરીમાં જ કોઇ આગ લાગે તો તેને બુજાવવાના કોઇ સાધનો કે સુવિધા જ નથી !! મહત્વના દસ્તાવેજોમાં આકસ્મિક આગનો બનાવ બનશે તો તેના માટે કોણ જવાબદાર હશે તેવો સવાલ શિક્ષક જગતમાંથી ઉઠ્યો છે.

બજેટમાં રકમ તો ફાળવી પણ કામના ઠેકાણા નથી!!
શાળાઓમાં આપતી નિવારણનું હેડ ઉભંુ કરીને રૂપિયા 4 લાખની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, માર્ચ પૂર્ણ થવામાં હવે ગણ્યા ગાઠ્યા દિવસો બાકી છે, તેમ છતા આ કામને કોઇ ગતિ આપવામાં આવી નથી. કામના કોઇ ઠેકાણા નથી.

3 મહિનામાં સુવિધા ઉભી થઇ જશે
^અત્યાર સુધી સુવિધા ન હતી, પણ હવે કોઇ પણ સંજોગોમાં વધીને ત્રણ મહિનામાં તમામ શાળાઓમાં રેતી ભરેલી ડોલ સહિત ફાયરના સાધનો મુકી દેવાશે, આગનો કોઇ બનાવ તો નથી બન્યો,તેમ છતા સુવિધા આપવી જ જોઇએ, તે અમે કોઇ પણ સંજોગોમાં આપીશંુ.> નિલેશ રાવલ, ચેરમેન, શિક્ષણ સમિતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો