ભાવનગર: ખોડિયાર દર્શને ભાવિકો ઝૂક્યા-ઝૂમ્યા, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: જેમની કૃપાથી ભાવનગરના મહારાજાને પોતાનું રજવાડું સહુથી પહેલું દેશને ચરણે ધરી દેવાની પ્રેરણા મળી હતી તેવાં માં ખોડિયાર માત્ર ભાવેણા માટે જ નહીં, સમગ્ર દેશ માટે કૃપાવંત દેવ છે અને તેમના દર્શન માટે ભક્તો ભાવિકોને કોઇ જ અગવડ પડે તે માટે સરકાર કટિબદ્ધ છે અને આ યાત્રાધામ સંબંધિત કોઇ પણ ફરિયાદ કે સૂચન સાંભળવા માટે અમે હમેશા તૈયાર છીએ... આ શબ્દો છે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના. ખોડિયાર મંદિર મહોત્સવ - 2017 દરમ્યાન પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં તેમણે આમ કહ્યું હતું.

ભક્તોની વિશાળ હાજરીમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે ઉજવણી

ભાવનગર પ્રિન્સ જયવીરરાજસિંહ ગોહિલે કહ્યું હતું કે મંદિરની હરેક પ્રવૃત્તિ માતાના ભક્તો માટે થાય છે. તમામ યાત્રીઓ માટે છેલ્લા બે વરસથી સતત વિનામૂલ્યે પ્રસાદ સહિતની જે કંઇ વ્યવસ્થા અમે કરી છે તેમાં કોઇ પણ કમી હોય તો હર કોઇ વ્યક્તિને અમને કહેવાનો અધિકાર છે. કલાકારોએ અત્રે ગરબા, દુહા, આરતી, તલવારરાસ, રાંદલનો ઘોડો, મિશ્રરાસ, ગોફણ, તરાના ક્લાસિક ડાન્સ, વિવિધ નૃત્યો અને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ મોડેથી પ્રોત્સાહક હાજરી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...