ભાવનગરમાં ડિગ્રી ઇજનેરીનું પ્રથમ મેરિટ લિસ્ટ 15 જૂને મુકવામાં આવશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 15મી જૂનથી ચોઇસ ફિલિંગનો આરંભ થશે
- ડિગ્રી ઇજનેરીની અંતિમ મેરિટ લિસ્ટ તા.24મી જૂને પ્રકાશિત કરવામાં આવશે
ભાવનગર: આવતી કાલ તા.28મી મેના રોજ ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે ડિગ્રી ઇજનેરીમાં આ વર્ષે પ્રવેશની પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે અને ફોર્મ અને પીન નંબર મેળવવાની વિધિ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ વર્ષે ડિગ્રી ઇજનેરીની પ્રવેશ પ્રક્રિયાની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે તા.15મી જૂને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. જ્યારે 15મી જૂનથી તા.19મી જૂન સુધી વિદ્યાર્થીઓ માટે મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગનો તબક્કો શરૂ રહેશે. ગુજરાત રાજ્યમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ વખતે વધુ એક મહત્વનો ફેરફાર એ કરાયો છે કે વિદ્યાર્થી પાસેથી ફક્ત એક જ સેમેસ્ટરની ફી કોલેજો દ્વારા લઇ શકાશે.
એસીપીસી દ્વારા પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રોવિઝનઇ કી ડેટ જાહેર કરાઇ છે જે મુજબ તા.25 મેથી તા.10 જૂન સુધી બૂકલેટ અને પીન નંબરનું વિતરણ પંજાબ નેશનલ બેન્કની શાખાઓમાં શરુ થઇ ગયું છે. તો 28મીએ રિઝલ્ટ જાહેર થયાના બે દિવસ બાદ ઓનલાઇન નોંધણી અને હેલ્પ સેન્ટર કાર્યરત થઇ જશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.15મી જૂને પ્રથમ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તા.15મી જૂનથી તા.19મી જૂન સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકાશે. મોક રાઉન્ડનું રિઝલ્ટ તા.22મી જૂને જાહેર કરવામાં આવશે. તો ફાઇનલ મેરિટ લિસ્ટ 24મી જૂને જાહેર કરવામાં આવશે. ડિગ્રી ઇજનેરીની આ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ એલોટમેન્ટ લિસ્ટ તા.3 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે. બાદમાં પ્રવેશની અન્ય પ્રક્રિયાનો આરંભ થશે. અંતે તા.3 ઓગસ્ટથી ડિગ્રી ઇજનેરીનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે.
- કોલેજોમાં ફી ભરવા માટે ટાઇમ ટેબલ

ડિગ્રી ઇજનેરીમાં વિવિધ કોલેજોમાં ટ્યુશન ફી બેન્કમાં જમા કરાવવા અને તેની ઓનલાઇન સ્લીપ માટેની પ્રક્રિયા તા.3 જુલાઇથી શરૂ થશે અને તે 11મી જુલાઇ સુધી શરૂ રહેશે. જ્યારે 13મી જુલાઇએ પ્રથમ રાઉન્ડના અંતેની ખાલી જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો એડમિશનમાં ઓનલાઇન કેન્સલેશનની પ્રક્રિયા તા.14મી જુલાઇથી 21મી જુલાઇના બપોરના ત્રણ વાગ્યા સુધી શરૂ રહેશે.
- રિશફલિંગની પ્રક્રિયા 14થી 24 જુલાઇ સુધી ચાલશે

ડિગ્રી ઇજનેરીમાં વિવિધ કોલેજોમાં ટ્યુશન ફી બેન્કમાં જમા કરાવવા અને તેની ઓનલાઇન સ્લીપ માટેની પ્રક્રિયા તા.3 જુલાઇથી શરૂ થશે અને તે 11મી જુલાઇ સુધી શરૂ રહેશે. જ્યારે 13મી જુલાઇએ પ્રથમ રાઉન્ડના અંતેની ખાલી જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો એડમિશનમાં ઓનલાઇન કેન્સલેશનની પ્રક્રિયા તા.14મી જુલાઇથી 21મી જુલાઇના બપોરના ત્રણ વાગ્યા સુધી શરૂ રહેશે.
અન્ય સમાચારો પણ છે...