તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: આજે જન્મ દિવસે જ CMની ઉપસ્થિતિમાં જીતુ વાઘાણીનું અભિવાદન થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:તા.11 સપ્ટેમ્બરને રવિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના જન્મ દિવસે તેઓનું ભાવનગરની 400થી વધુ સંસ્થાઓ દ્વારા નાગરિક અભિવાદન કરવામાં આવશે. મુખ્યમંત્રીના પદની જવાબદારી સંભાળ્યા બાદ સૌ પ્રથમ વખત ભાવનગર આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ભાવનગરના જ જીતુભાઇ વાઘાણીના અભિવાદન માટે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે.
તા.11 સપ્ટેમ્બરને રવિવારે બપોરે 3.30 કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એરપોર્ટ આવી પહોંચશે. ત્યાંથી ભાવનગર શહેરમાં આવેલ ડી.એસ.પી. સંકુલમાં અંદાજિત સાડાત્રણ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા રીઝર્વ સબ ઈન્સ્પેક્ટરની કચેરીનું લોકાર્પણ બપોરે તેઓના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ તેઓ રૂપાણી દીવડી ખાતે આવી પહોંચશે. જ્યાં મુખ્યમંત્રીનું વિશાળ રેલી યોજી સ્વાગત કરવામાં આવશે. તેઓ ખુલ્લી જીપમાં બેસી સ્વાગત યાત્રાની રેલીમાં જોડાશે. જેમાં ડીજે, ચાર બેન્ડ, ભાતીગળ રાસ-ગરબાની ટીમો, કળશધારી કન્યાઓ, ઘોડેસવાર કન્યા તેમજ મહિલાઓ આ યાત્રામાં સાફાધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બનશે.
તિરંગા ધ્વજ સાથેની આ અનોખી સ્વાગત યાત્રા રૂપાણીથી નીકળી સરદારનગર ગુરૂકુળ થઇ સિંધી સ્કૂલની સામે આવેલા લો-કોલેજના વિશાળ મેદાનમાં પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના 46મા જન્મ દિને 400થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં બહુમાન કરાશે. આ અવસરે ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો તેમજ નગરજનો હાજર રહેશે. ભાજપના કાર્યકરો અને નગરજનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મુખ્યમંત્રીના હસ્તે વિવિધ કિટ અર્પણ કરાશે
મુખ્યમંત્રીના હસ્તે આ કાર્યક્રમમાં પ્રતિકરૂપે કીટ અર્પણ કરવામાં આવશે. જેમાં વીમા સુરક્ષા યોજના, ઉજ્વલા યોજનાના પાંચ-પાંચ લાભાર્થીને તેમજ શહેરમાં તકવંચિત બાળકોને પ્રતીકરૂપે કીટ અર્પણ કરવામાં આવશે.
શિપ રિસાઈકલીંગ દ્વારા આજે ગૌરવ ઉત્સવ
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને સંસદીય સચિવ વિભાવરીબેન દવેનું અભિવાદન કરવા શીપ રિસાઈકલીંગ અને સંલગ્ન એસોસિએશન દ્વારા આવતીકાલ તા.11ને રવિવારના રોજ સાંજે 7-30 કલાકે ઈસ્કોન કલબ એન્ડ રીસોર્ટ ખાતે ગૌરવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો