તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાસહાયક 5 વર્ષ પૂર્ણ બાદ બીજા જ દિવસે પૂર્ણ પગાર કરવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત અને મનપા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોને નોકરીમાં પાંચ વર્ષ પૂર્ણ થાય અને પુરા પગારી શિક્ષક તરીકેની પાત્રતા થાય કે તેના બીજા જ દિવસે પૂરા પગારીના હૂકમ જે તે કર્મચારીને મળી જાય તેના આદેશ પ્રા. શિ. નિયામકે કર્યા છે.
રાજ્યમાં પ્રાથમિકમાં ધો.1થી ધો.5 અને ઉચ્ચત્તર પ્રાથમિક ધો.6થી ધો.8માં પાંચ વર્ષના કરારથી વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે છે. પાંચ વર્ષના અંતે નિયમાનુસાર આવા કર્મચારીઓની નિમણુંક શરતોને આધિન પૂરા પગારી પ્રાથમિક શિક્ષક તરીકે કરવાની રહે છે. નોકરીમાં પાંચ વર્ષ પૂર્ણ થાય અને પૂર્ણ પગારી શિક્ષક તરીકેની પાત્રતા ધરાવે એટલે કે તમામ શરતો પૂર્ણ કરે ત્યાર બાદ તેના બીજા જ દિવસે પૂરા પગારીના હૂકમ આવા શિક્ષકને મળી જાય તેવું આયોજન કરાયું છે.
અન્ય સમાચારો પણ છે...