સીએનજી પંપ હોય તો વાહનોનું પ્રદુષણ પણ ઘટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા: મહુવા સમગ્ર જીલ્લામાં ઔદ્યોગીક ક્ષેત્રે  અગ્રેસર છે. અહીંથી ભાવનગર વેરાવળ એન.એચ. 51 પસાર થાય છે. દિવસ અને રાત બેશુમાર વાહનો પસાર થાય છે. પેટ્રોલ ડીઝલના પ્રમાણમા સીએનજી નો ખર્ચ પ્રમાણમા સસ્તો પડે છે અને પ્રદુષણ પણ ઓછુ થાય છે.  આથી મહુવામા કે મહુવા નજીક એક સીએનજી પંમ્પ પણ હોયતો સમગ્ર મહુવા તાલુકાના લોકોને ભારે ફાયદો થઇ શકે તેવી મહુવાની માંગ અન્વયે  મહુવામાં સીએનજી પંમ્પ ટુંક સમયમાં શરૂ થનાર છે.

 

મહુવા શહેરની મુખ્ય બજારો તેમજ તાલુકા વિસ્તારમા  દરેક પ્રકારના વાહનોની સંખ્યા વધવા ના કારણે  વાહનો દ્વારા ઝેરી ધુમાડો વાતાવરણમા ફેલાતો હોય જાહેર આરોગ્યને નુકશાન થવાની સાથેસાથે ચારે બાજુ પ્રદુષણ ફેલાય છે. જેમાં સીએનજી વાહનો આવવાથી ધટાડો થશે.

 

મહુવાની મુખ્ય બજારોમાં સવારથી જ સેકડોની સંખ્યામાં  છકડા, ટેમ્પા, રિક્ષા પેટ્રોલ ડિઝલના બદલે કેરોશીનનો ઇંધણ તરીકે ઉપયોગ કરી જેરી પ્રદુષણ પ્રસરાવી રહેલ છે. જેથી  લોકાના આરોગ્ય સામે ભારે ખતરો ઉભો થયો છે. પ્રદુષણ નિયંત્રણ માટે પોલીસ, આરટીઓ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે જાહેર આરોગ્ય ખાતુ અસરકારક પગલા લેવાના બદલે એક બીજાને ખો આપે છે.

 

રાજ્યના મુખ્ય શહેરોમા સીએનજી ફયુલ વપરાય છે ત્યા ધુમાડો ફેલવતા વાહનોનું  પ્રમાણ દિન પ્રતિ દિન ઘટી રહ્યુ છે. કારણ કે પેટ્રોલ ડીઝલ કરતા સીઅનેજી ફયુલ સસ્તુ પડે છે અને  સીએનજી વાહનોના સાયલેન્સર માંથી કાર્બન ડાયોકસાઇડ/ મોનોકસાઇડ અને ફાસ્જીન જેવા ઝેરી તત્વો ઓછા ફેલાય છે.

 

મહુવામાં સીએનજી પંમ્પ ન હોવાથી મહુવા શહેર અને તાલુકામાં પ્રદુષણનો વ્યાપ અટકાવા સીએનજી પંમ્પ કાર્યરત થાય એટલે તુરંત મહુવામાં સીએનજી
રીક્ષા શરૂ થાય તે માટે પંપ શરૂ થયા પહેલા જ રીક્ષા ચાલકો સીએનજી રીક્ષાની વ્યવસ્થા ઉભી કરે તો  ઔદ્યોગીક શહેર મહુવાનું વાયુ પ્રદુષણ નિયંત્રણમાં આવે.

અન્ય સમાચારો પણ છે...