તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ બાબતે દંપતિ વચ્ચે ઝઘડો થતા પત્ની ભડભડ સળગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:   વરતેજ પાસેના કમળેજ ગામે માત્ર દોઢ માસ પુર્વે જ લગ્નના બંધનમાં જોડાયેલ પતિ-પત્ની વચ્ચે પતીની દારૂ પીવાની ટેવ સંબંધે ઝઘડો થતા પત્નીને લાગી આવતા તેણીએ જાતે કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા સળગી ઉઠી હતી. જેને બચાવવા જતા તેનો પતિ પણ સળગતા બન્નેને હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં બંનેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યુ હતું. આમ દારૂના દુષણે લગ્ન સંચારમાં પલીતો ચાપ્યો હતો.

કમળેજ ગામે રહેતા લાલજીભાઇ જીવરાજભાઇ મકવાણા (ઉં.વ.28) ના લગ્ન દોઢ માસ પહેલા જ સિહોર તાલુકાના નવાગામે રહેતા આશાબેન સાથે થયા હતા. પરંતુ પતિ લાલજીભાઇને દારૂ પીવાની ટેવ હોય પતિ-પત્ની વચ્ચે આ મામલે અવાર નવાર ઝઘડો થયો હતો. 

જેમાં ગતરાત્રીના થયેલ ઝઘડા બાબતે આશાબેને લાગી આવતા તેણે જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા ભડભડ સળગવા લાગ્યા હતા. જેને બચાવવા જતા તેનો પતિ લાલજીભાઇ પણ દાઝી જતા બંનેને ગંભીર હાલતે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં બંનેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો