તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણેશ વિસર્જન વેળાએ કોળીયાકના સમુદ્ર તટે માનવ મેળાવડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:  ભાવનગરના ધર્મોત્સવપ્રિય નગરજનોએ મંગળવારે ભાવભક્તિભેર ગજાનન ગણેશજીની આરાધના કર્યા બાદ બપોરે ‘ગણપતિ બાપ્પા મોરિયા.... અગલે બરસ તું જલદી આ...’ના નારા સાથે દરિયાકાંઠે પરંપરાગત રીતે પ્રતિમા વિસર્જન કરાયું હતું.  ગણેશ ઉત્સવની સમાપન વિધિએ વિવિધ વિસ્તારોમાંથી ડી.જે. સાઉન્ડના નારા તેમજ અબીલ-ગુલાલની છોળ વચ્ચે ભકિતમય માહોલમાં મૂર્તિ‌ વિસર્જન યાત્રાઓ નિકળી હતી અને ઢોલ-નગારાના સંગીતના સથવારે દરિયાકાંઠે આ પ્રતિમાઓનું વિધિવત રીતે વિસર્જન કરાયું હતું. દુંદાળા દેવના વિસર્જન વેળાએ ‘પુઢચ્યા વર્ષી લવકર યા’ના નારા સાથે કોળીયાકના સમુદ્ર તટે તો માનવ મેળાવડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. 
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...