તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: હાથબના 13 વર્ષના બે વર્ષીય વિદ્યાર્થીઓએ બનાવ્યું સોલાર પાવર બેન્ક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:  શાનને કોઇ નાણાંના સિમાડા નથી હોતા તે ભાવનગર જિલ્લાના હાથબ ગામની સરકારી શાળાના માત્ર 13 વર્ષના બે વિદ્યાર્થીઓએ કરી બતાવ્યું છે. હાથબ પ્રાયમરી શાળાના ધો.7ના વિદ્યાર્થીઓ જયદીપ ધાપા અને આકાશ બારૈયાએ મોબાઇલની સોલાર પાવર બેંક બનાવી છે.

વર્તમાન યુગમાં નાનેથી મોટા દરેક લોકો માટે મોબાઇલ અતિ આવશ્યક બન્યો છે. યંગ જનરેશન તો એન્ડ્રોઇડ ફોન વગર એક ડગલું પણ ચાલતા નથી. જેથી મોબાઇલ ચાર્જિગના સતત પ્રોબ્લેમ રહે છે. મોબાઇલ ચાર્જિંગ માટે પાવર બેન્કની તો શોધ થઇ છે. પરંતુ ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા હાથબ ગામની સરકારી પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ તો ઉર્જા બચતના હેતુ સાથે મોબાઇલની સોલાર પાવર બેન્ક બનાવી છે. 

હાથબ પ્રાથમિક શાળાના ધો.7માં અભ્યાસ કરતા જયદીપ ધાપા અને આકાશ બારૈયાએ રમત રમતમાં જ સોલાર સેલ સાથે પવાર બેન્ક બનાવી છે અને જેના દ્વારા સૂર્ય પ્રકાશથી પવાર બેન્ક ચાર્જ કર્યા બાદ તેના દ્વારા ગમે તે સમયે મોબાઇલ ચાર્જ થઇ શકે છે. આર્થિક રીતે પછાત વર્ગના બન્ને બાળકોએ પોતાની ટેકનોલોજી પ્રત્યેની રૂચિ દ્વારા આવા ઘણાં નાના-મોટા પ્રયોગ કર્યા છે. આવા વિદ્યાર્થીઓને હાથબ શાળા દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો