તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્ની લીયોન સહિતના સ્ટાર હાજર, ભાવનગરમાં ગુજરાત પોલો કપ રમાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ માટે સમગ્ર દેશમાં ભાવનગરનું નામ સ્પોર્ટ્સ જગતમાં જાણીતુ હતુ. હવે પોલોની રમતે પણ ભાવનગરને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ અપાવી છે. આગામી તા. 7થી 9એપ્રિલ દરમિયાન ભાવનગરના જવાહર મેદાન ખાતે ગુજરાત પોલો કપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, સ્થાનિક ખેલાડીઓના કોમ્બિનેશનથી 6 ટીમો માટે 24 ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવશે.

જવાહર મેદાનમાં IPLને ભુલાવી દે તેવું આયોજન

જવાહર મેદાન ખાતે રમાનાર પોલો ટુર્નામેન્ટ માટે 10હજાર દર્શકોની ક્ષમતા વાળુ સ્ટેડિયમ પણ ઉભુ કરવામાં આવશે, ઉપરાંત મોટા એલઇડી સ્ક્રીન પર પણ ખેલકૂદપ્રેમી જનતા આ મેચોનો આનંદ સ્ટેડિયમની બહારથી પણ ફેન પાર્કમાં ઉઠાવી શકશે. ગુજરાત પોલો કપના પ્રણેતા ચિરાગ પારેખે જણાવ્યુ હતુકે, પોલોની રમત અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સાથે બોલિવૂડની ખ્યાતનામ હસ્તીઓ જેવી કે સૈફઅલીખાન, સન્ની લીઓન, કીર્તિ સેનન, સુરજ પંચોલી સહિતના સ્ટાર અને દેશના ખ્યાતના સિંગરો, ડાન્સરો દરરોજ મોજુદ રહેશે. આ તમામ હસ્તીઓ સ્ટેડિયમમાં દર્શકોનું અભિવાદન ઝીલવા ઘોડા પર ફરશે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સમીર સુહાગ, સૈયદ બશીરઅલી, ધ્રુપાલ ગોધારા, સમશેર અલીખાન, ગૌરવ સેહગલ અને લેરક્સ હેન્ડ્રીક્સ ઉપરાંત ભાવનગરના મનસૂરખાન, જયવીરસિંહ પણ ભાગ લેશે. 

ફ્લાઇટ કનેક્ટિવિટી ભાવનગરનો મુખ્ય પ્રશ્ન

ભાવનગર ખાતે 3 દિવસ સુધી ગુજરાત પોલો કપ રમાવાનો છે. જેમાં સમગ્ર દેશમાંથી રોયલ ફેમિલીના લોકો, બોલિવૂડની ખ્યાતનામ સ્ટાર કાસ્ટ, સરકારના પ્રતિનિધિઓ આ મેચો નિહાળવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આવી રહ્યા છે, પરંતુ ભાવનગરથી મુંબઇ અને મુખ્ય શહેરો વચ્ચેની ફ્લાઇટ કનેક્ટિવિટીની મુખ્ય સમસ્યા છે. કેન્દ્ર સરકારમાં મંત્રી, સાંસદ, ભાજપ પ્રદેશ પ્રમુખ ભાવનગરના છે, પરંતુ ભાવનગરની આ સમસ્યા ઉકેલવામાં આ તમામ લોકો અસમર્થ સાબિત થઇ રહ્યા છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, વિશ્વના નક્શામાં ભાવનગર ઉપસી આવશે....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો