તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન : કહ્યું 'ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરઃ આજનો દિવસ ઈતિહાસનો મહત્વનો દિવસ છે. શિકાગોમાં ધર્મસભા મળી હતી. સ્વામીવિવેકાનંદએ ધર્મનો શંખનાદ કર્યો હતો. આ જ દિવસે અહીં ધારાસભ્ય જીતુભાઈનો જન્મદિવસ છે. ત્યારે હું પણ તેમાં હાજર રહું તેવી ઈચ્છાથી અહીં આવ્યો છું. આવતા માર્ચ સુધીમાં ઘોઘા-દહેજ ફેરી સર્વિસ શરૂ કરી દેવાની જાહેરાત કરતા જ તાળીઓના ગડગડાટ થયાહતા. સૌએ ઊભા થઈને આ જાહેરાત વધાવી લીધી હતી. સંબંધિત તંત્રવાહકોને આ અંગે સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું. નરેન્દ્રભાઈ 2001માં આવ્યા ત્યારે તેઓએ કહ્યું હતું કે, માટે વન-ડે રમવાનું છે. પણ મારે તો 20.20 રમવાનું છે. વિશ્વાસ રાખજો, દરેક સમાજને સાથે રાખીનેવિકાસ કાર્યો કરવા છે.
રાજકારણમાં ચૂંટણી જીતવી-હારવી તે ચાલતું જ હોય છે

સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી દેશને કેન્દ્રસ્થાને રાખીને સૌને સાથે લઈને કામ કરતા કરતા આગળ વધવાના સંસ્કાર ભાજપ પાર્ટીમાંથી મળ્યા છે. દેશ માટે ખૂબ કરો તેવી શુભેચ્છા પાઠવવા આવ્યો છું. સમાજે આપણને મોટા કર્યાં છે. આપણે તેના ઋણી છીએ, તેથી સામાજિક કાર્ય માટે ભગવાન તેને શક્તિ આપે તેવી પ્રાર્થના કરૂ છું. વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રાજકારણમાં ચૂંટણી જીતવી-હારવી તે ચાલતું જ હોય છે. પરંતુ ગરીબોના આસું લૂછતા અને વિકાસની રાજનીતિ કરવાની હોય તે કાર્ય જીતુભાઈ કરે છે. મારી સરકારને એક મહિનો થયો છે, ત્યારે તેઓએ અટલજીનું વાક્ય યાદ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આ પદ નથી, પણ જવાબદારી છે. નરેન્દ્રભાઈએ જે પદ ઉપર કાર્ય કર્યું હોય, તે ખુરશી ઉપર બેસવાનું હોય તે ખૂબ કઠીન કાર્ય છે.
નરેન્દ્રભાઈ મોદીની પગદંડી પર ચાલવામાં માનુ છું: CM

પ્રમાણિકતાથી પ્રજાની સેવા કરવી છે, નિયત સારી છે. નરેન્દ્રભાઈ મોદીની પગદંડી પર ચાલવામાં માનુ છું. નરેન્દ્રભાઈ કહેતા ખાતો નથી ખાવા દેતો નથી, આ અમે પણ નક્કી કર્યું છે. પ્રમાણિક્તા પ્રથમ રહેશે. તલાટીથી સચિવાલય સુધી ભ્રષ્ટાચાર બંધ થાય, એક શાસન વ્યવસ્થા ઊભી થાય, તેના માટે અમે કટીબદ્ધ છીએ. બીજી વાત નિર્ણયની છે. તેઓએ કહ્યું પ્રજાના કામોમાં શું કામ વિલંબ કરવો, નહીં થાય તો સામી છાતીએ ના પાડી દઈશું. ત્રીજી વાત સંવેદનશીલ સરકારની વાત તેઓએ કહેતા ઉમેર્યું હતું કે, છેવાડાના વ્યક્તિ પ્રત્યે સંવેદનાશીલ બનીને દરેકની ચિંતા કરવી, ચોથી વાત વિકાસની કરી છે. જ્યાં માનવી ત્યાંવિકાસ, વિવાદ નહીં સંવાદમાં માનીશું.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો