ભાવનગરના અનાજ બજારમાં આજથી હડતાલ, GSTના અમલીકરણથી ભારે રોષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: તા.1 જુલાઇ, 2017થી ગુડઝ અેન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTનો અમલ થવા જઇ રહ્યો છે ત્યારે આ નવા કાયદા સામે વેપારીઓમાં રોષ જાગ્યો છે અને આજે ભાવનગર શહેરમાં કાપડ બજાર અને અનાજ બજારે સજ્જડ બંધ પાળી પોતાના વિરોધને વાચા આપી હતી. વેપારીઓની લડતને અને હડતાલના એલાનને  એલાનને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમર્થન પણ અપાયું હતુ. તો કાપડના જથ્થાબંધ વેપારીઓ દ્વારા આજે બંધ પાળી, રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. GST અંતર્ગત તા.1 જુલાઇથી કરવેરાના નવા માળખામાં સૌ પ્રથમ વખત અનાજ ઉપર વેરો ઝીંકવામાં આવતા ભાવનગરના અનાજના વેપારીઓ દ્વારા તા.30 જૂનને શુક્રવારથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન અપાયું છે. તો સાથે સાથે અન્ય વેપારી એસોસિએશનો પણ જોડાયા છે.

- GSTના એક જુલાઇથી અમલીકરણ સામે વેપારીઓમાં ભારે રોષ
- હડતાલને દાણાપીઠ એસો.નું સમર્થન

ભાવનગરમાં ગ્રેઇન એન્ડ સીડસ મરચન્ટ એસો., ક્લોથ મરચન્ટ એસો., ફર્નિચર એસો., ઉંડી વખાર વેપારી એસો. વિગેરે અનેક એસોસિએશનોએ હડતાલ જાહેર કરી દીધી છે. કાપડના જથ્થાબંધ વેપારીઓ દ્વારા આજે બંધનુ એલાન અપાયેલ હતુ. કાપડ બજારમાં આજ દિન સુધી કોઇપણ પ્રકારનો ટેકસ નહોતો જયારે 1 જુલાઇથી GST અમલમાં આવશે તેના વિરોધમાંઆજે  સવારે  ભાવનગરના સમસ્ત કાપડના વેપારીઓ દરબારગઢ ખાતે ભેગા થઇ રેલી સ્વરૂપે જઇ કલેકટરને આવેદન સુપ્રત કર્યું હતુ.

ખાસ કરીને કાપડ બજાર અને અનાજ બજાર કાયદા હેઠળ હજુ સુધી કોઇ પણ વેરો ભરવા જવાબદાર થયા નથી. આવા સંજોગોમાં આ બજારમાં વેપારીઓને પ્રથમ વખત જ વેરાકીય કાયદાની જોગવાઇ હેઠળ લાવવામાં આવી રહ્યાં હોય ત્યારે વેપારીઅો, ગ્રેઇન એન્ડ સીડસ મરચન્ટ એસો., ક્લોથ મરચન્ટ એસો., ફર્નિચર એસો., ઉંડી વખાર વેપારી એસો. વિગેરે અનેક એસોસિએશનોએ હડતાલ જાહેર કરી દીધી છે અને આજે મોટા ભાગનાએ વેપાર ધંધા સજજ્ડ બંધ રાખી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત ભાવનગર વેપારી મહામંડળના નેજા હેઠળ ભાવનગર પ્લાસ્ટીક બેગ્ઝ ટ્રેડર્સ એસો. તા.30ને શુક્રવારે દુકાનો બંધ રાખશે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, આજથી અચોક્કસ મુદ્દત માટે યાર્ડ બંધ....