ઘોઘા-દહેજ ફેરી સર્વિસ શરૂ કરવા માટેની તૈયારી શરૂ, એપ્રિલમાં લોન્ચિંગ

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના ફેરી શિપના ઓપરેટર તરીકે ગુજરાત એન્વાયરો લિમિટેડ ફરજ બજાવશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jan 09, 2017, 04:51 AM
Ghogha-Dahej  ferry service preparing Start, launched in April
ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડક અંતરને ઘટાડનાર અને રાજ્યમાં આર્થિક દ્રષ્ટિએ મહત્વના ગણાતા સુરતને ભાવનગરની નજીક લાવી દેનારા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટને એપ્રિલ માસમાં લોન્ચિંગ કરવાની તમામ તૈયારીઓ ચાલી રહી છે.

ભાવનગર જિલ્લો વિકાસના અમીછાંટણા વરસશે તેની રાહમાં બેઠો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સાંકળતી સાંકળ બનવા જઇ રહ્યું છે. ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતેથી રો-રો ફેરી સર્વિસ દહેજ સુધી 30 દરિયાઇ નોટિકલ માઇલનું અંતર ખેડી અને સડક માર્ગે થતા 235 કિલોમીટરના અંતરને ઘટાડી દેશે. પ્રોજેક્ટના ડ્રેજીંગ માટે સાગરમાલા પ્રોજેક્ટ તળે 58 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. અને તેનું ટેન્ડર ધર્મ એન્ટરપ્રાઇઝનું મંજૂર થયુ છે.

ફેરી સર્વિસ શિપ ઓપરેટરનો કોન્ટ્રાક્ટર ગુજરાત એન્વાયરો લિમિટેડને, લિન્ક સ્પાન અને પોન્ટૂનનો કોન્ટ્રાક્ટ એટી એન્ડ એફ લિમિટેડ, લિન્ક સ્પાનના કન્સલટન્ટ બ્રેકિટ રેઇનકિન છે.
ગુજરાત મેરિટાઇમ બોર્ડનો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે, અને ચાર વર્ષ મોડો ચાલી રહ્યો છે. છેલ્લા 6 માસથી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પ્રતિદિન પ્રોગ્રેસ રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે. અને નિયત સમયે ફેરી સર્વિસ શરૂ કરાવવા માટેના તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે.

એક વખત આ પ્રોજેક્ટને સફળતા મળશે તો, ગુજરાત સરકાર દ્વારા પિપાવાવથી મુંબઇ વચ્ચે પણ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાની યોજના ધરાવે છે. હાલ રાજ્ય સરકારનું સમગ્ર ધ્યાન ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ સમયસર શરૂ કરાવવા માટે કેન્દ્રીત થયું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવા અંગે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે. આગામી એપ્રિલ માસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઓપેલ કંપનનીના પ્લાન્ટના ઉદઘાટન માટે દેહજ ખાતે આવવાના છે ત્યારે ઘોઘા દહેજ ફેરી સર્વિસના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાપર્ણ કરવામાં આવશે તેવી શક્યતા ને પણ ઇન્કારી શકાતી નથી. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કાર્ય કર્યુ હતુ અને આ યોજનાને લગતા તમામ પાસાઓની વિસ્તૃત છણાવટ કરી હતી.
બંડ અને પીલરનું કામ પૂર્ણતાના આરે
જીએમબી દ્વારા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ માટે 500 મીટરના બંડ અને 470 મીટર પીલરનું કામ પૂર્ણતાના આરે છે. જ્યારે 50 મીટર લાંબા પન્ટ્રનનું કામ ઘોઘા ખાતે ચાલુ છે. લિન્ક સ્પાનની ડિઝાઇન જે યુ.કે.ની લંડન સ્થિત કંપની કેસેક એન્જિનિયરિંગ દ્વારા બનાવવામાં આવી રહી છે. 96 મીટરની આ લિન્ક સ્પાન વિશ્વનો સૌથી લાંબો લિન્ક સ્પાન છે. જેમાં ઇજનેરોએ ખાસ તો ઘોઘા તરફ ખંભાતના અખાતમાં જે હેવી ટાઇડલ કરન્ટ વહે છે તેમાં નિર્માણ કરવાનો મોટો અને ઇજનેરી પડકાર છે.

ફેરી સર્વિસ માટેનું કામ નિયત સમયે પૂર્ણ કરાશે
^ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું મોટાભાગનું કામ પૂર્ણ થયુ છે, અને બાકી બચેલી તમામ કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરી શકાય તેવા અમારા અને એસ્સાર પ્રોજેક્ટના પ્રયાસો છે. > બી.ડી.તલાવીયા, ચિફ એન્જીનિયર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર

X
Ghogha-Dahej  ferry service preparing Start, launched in April
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App