તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં ગણેશોત્સવ: શ્રદ્ધા, ભક્તિ અને શણગારનો માહોલ હવે તેની ચરમસીમા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીની આરાધનાના અનેરા પર્વ ગણેશ ઉત્સવની ગોહિ‌લવાડના ગામે-ગામ શ્રદ્ધાળુઓ દ્વારા પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી થઈ રહી છે. ભાવનગર શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન તમામ સ્થળોએ સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, દાંડીયારાસ, ગરબા, અને સંતવાણી સહિ‌તના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં બહોળી સંખ્યામાં આબાલવૃદ્ધ ભાવિકો હોંશેહોંશે ભાગ લઈ ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં ગણેશોત્સવના આયોજન થયા છે. જેમાં ધાર્મિ‌ક ઉપરાંત સાંસ્કૃતિક, સેવાકીય, આરોગ્યલક્ષી જેવા કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ગઇ કાલ સાંજથી વરસાદના વિરામ બાદ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. .
વિવિધ સામાજિક અને સેવાકીય આયોજનો ગણેશઉત્સવની ઉજવણીના સ્થળે થઇ રહયાં છે
ભાવનગર શહેરમાં ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, પાનવાડી, સરિતા સોસાયટી, સુભાષનગર, હલુરિયા, ચિત્રા, ભરતનગર, કણબીવાડ, સંસ્કાર મંડળ, વિઠ્ઠલવાડી, ગાયત્રીનગર સહિત વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવની ભારે શ્રદ્ભાભરે ઉજવણી થઇ રહી છે. ભાવનગર શહેરમાં સવાર અને બપોરના સમયે વિવિધ સામાજિક અને સેવાકીય આયોજનો ગણેશઉત્સવની ઉજવણીના સ્થળે થઇ રહયાં છે. તો રાત્રિના સુમારે ભજન મંડળીઓ, સંગીતકારોના ગૃપ દ્વારા તબલા, હારમોનીયમ અને કરતાલ તેમજ સંગીતના સાધનોના સંગાથે પ્રાચીન અને અર્વાચીન ભજન, ભક્તિગીતોની રસલ્હાણીથી ગણપતિના ઉત્સવનો રંગ અનેરો બની જાય છે.
જિલ્લાભરમાં વિધ્નહર્તા ગણપતિજીનાં ઉત્સવમાં ભાવિકો મગ્ન બન્યાં...
સિહોરમાં રાજકોટ રોડ પર આવેલ ગાયત્રી પાર્ક વિસ્તારમાં ગાયત્રી ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ કાર્યક્રમો, મહાઆરતી સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભગવાન ગણેશજીના દર્શન કરવા ભાવિક ભકતજનો બહોળી સંખ્યામાં ઊમટી રહ્યા છે. ઉમરાળામાંથી પસાર થતા ચોગઠ રોડ ઉપર મોહનભાઇ કાશેલાની હોટેલ / લોજ પાસે સંસ્કૃતિ એકતા યુવા ગ્રુપ દ્વારા ચતુર્થ ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે.
મૂર્તિના દર્શન કરવા માટે ઉમરાળાના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે
ગણપતિ બાપાની શણગારેલી આકર્ષક મૂર્તિના દર્શન કરવા માટે ઉમરાળાના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. રાત્રીના સમયે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ગારીયાધારમાં ઠેર ઠેર વિસ્તારમાં વિધ્નહર્તા ગણેશની સ્થાપના કરવામાં આવી છે ત્યારે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ જે.પી.કોમ્પ્લેક્ષની પાસે પણ વિધ્નહર્તા ગણેશની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં ગારીયાધારમાં ગણેશોત્સવ હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય રહ્યો છે. ગારીયાધારમાં રાત્રીના સમયે ઠેર ઠેર રાસ ગરબા પણ ગવાય રહ્યાં છે. મહુવાની મધ્યમાં ગાંધીબાગ પાસે શીવાજી ચોકમાં બીરાજમાન વિધ્નહર્તા દેવ ગણપતિદાદાની સ્થાપના કરવામાં આવી છે. દસ દિવસ માટે હોમાત્મક ગણેશયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો