તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર: ગાંધીજીને ખભો બનાવીને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્વચ્છતા સપ્તાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ગાંધીજીને ખભો બનાવીને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં બંદૂક ફોડવાની હોય તેમ રાજ્ય સરકાર દ્વારા આજથી સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.મહાત્મા ગાંધીજીનાં જન્મદિવસ 2 ઓક્ટોબર સુધી ચાલનારા તેના કાર્યક્રમોમાં પ્રાથમિક શિક્ષણ નિયામક, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, શાળાઓની કચેરીના નિયામક, ગાંધીનગરથી દરેક જિલ્લાના શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને વિક્રમ સ્થાપિત થાય તે રીતની મેગા ઈવેન્ટ યોજવા પરિપત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપી છે.
કાર્યક્રમોથી ભરચક શેડ્યુઅલ સાથે શાળાઓને પહોંચાડી દેવામાં આવ્યું છે
તેમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક શાળાઓ ઉપરાંત ગ્રામ પંચાયત કચેરીઓ જેવી સંસ્થાઓને પણ જોડવાની રહેશે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી શરૂ કરીને ગાંધીજીના જન્મદિવસ સુધીનું અઠવાડિયું કાર્યક્રમોથી ભરચક શેડ્યુઅલ સાથે શાળાઓને પહોંચાડી દેવામાં આવ્યું છે. અને તેની દેખરેખની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે.વધુમાં તેમાં સંદર્ભ તરીકે રાજ્યના શિક્ષણમંત્રી અને મહેસૂલ મંત્રીની બેઠકને આધારે આ પ્રકારના કાર્યક્રમો નક્કી કર્યા હોવાની સૂચના અપાઈ છે.અત્રે ઉલ્લેખનિય છે કે, છે્લ્લા કેટલાક સમયથી માત્ર વિક્રમો નોંધાવવા અને મોટી સંખ્યામાં ઈવેન્ટો યોજવાના હેતુથી કાર્યક્રમો ગોઠવાઈ રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ વખતે સરકારે સ્પષ્ટ રેકોર્ડ બનાવવાનું કહીને જ પરિપત્રો કર્યા છે.
રોજ રેલી અને છેલ્લે મેગા સફાઈ

તા.26થી દરરોજ રેલીઓ યોજવાની રહેશે તેમજ ત્યારબાદ છેલ્લે 2જી ઓક્ટોબરે ‘સ્વચ્છતાની 60 મિનિટ’ એવો મેગા સફાઈનો કાર્યક્રમ કરવાનો રહેશે. ઉપરાંત સાથે સાથે શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા, િનબંધ સ્પર્ધા, પ્રાર્થનાસભામાં સૂત્રો, ગ્રામ સફાઈ સહિતના દરરોજના કાર્યક્રમોનું િદવસ પ્રમાણે શાળઓને ટાઈમ ટેબલ આપી દેવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...