તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવાની ત્રણ શાળાઓમાં બોર્ડનાં સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ 8 માર્ચ થી શરૂ થશે. જોકે બોર્ડે જે શાળાઓએ શિક્ષકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેમને હોલ ટિકિટ નહિ ફાળવવા આદેશ કર્યો છે. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાની ત્રણ શાળા છે. જેના સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ જણાઇ રહ્યું છે. જો યુદ્ધના ધોરણે બોર્ડનો સંપર્ક કરી નોંધણી કરાવશે તો ભાવિ બગડતું બચી જશે.
- દંડ તો વાંક હોય તે શિક્ષકોને થવો જોઇએ વિદ્યાર્થીઓને નહીં
- શિક્ષકોનું રજિસ્ટ્રેશન ન કરાવતા શાળાને હોલ ટિકિટ ન ફાળવાઇ

શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી શિક્ષકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન નહિ કરાવનાર શાળાઓને 22 ફેબ્રુ આરી સુધીમાં કામ પૂરું કરવા જણાવ્યું હતું નહીં તો બોર્ડની હોલ ટિકિટ ન આપવાની ચીમકી આપી હતી. ભાવનગર જિલ્લામાં મહુવાની હજુ સુધી શિક્ષકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવનારી ત્રણેક શાળાઓને આજે હોલટિકિટ આપવામાં આવી ન હતી.જેને કારણે આગામી બોર્ડની પરીક્ષા આપનારા સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે કે કેમ તેની સામે પણ પ્રશ્રો ઉભા થયા છે. આમ પાડાના વાંકે પખાલીને જામ જેવો ઘાટ સર્જાયો હતો.

બોર્ડનો તાકીદે સંપર્ક કરવો આવશ્યક
હા, મહુવાની ત્રણ શાળાઓની હોલ ટિકિટ નથી આપવામાં આવી કારણ કે તેઓના શિક્ષકોનું રજીસ્ટ્રેશન થયું નથી. પરંતુ હજુ યુદ્ધના ધોરણે આ શાળાઓ પૂરતી જાગૃતતા દાખવી શિક્ષણ બોર્ડનો રૂબરૂ સંપર્ક કરે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી જશે. - એ.બી.પ્રજાપતિ, ડીઇઓ, ભાવનગર
અન્ય સમાચારો પણ છે...