તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્યાસ્તના નામે એભલવાળા સાથે છળકપટ કરાતા વીરગતિ પામ્યા હતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર:  એભલવાળા ત્રીજાએ તળાજા ગુમાવી વળા રાજગાદી સ્થાપી અને ઈ.સ.1203 થી 1260 રાજ ભોગવ્યું. ઈ.સ.માં 1260માં રાણાજી ગોહિલ સાથે યુધ્ધમાં વીરગતિ પામી વળા રાજય ગુમાવ્યું અને તેમના પુત્ર અરજણજી ઉર્ફે ઉગાવાળા ઉર્ફે અરજુનસિંહ ને ઢાંકની જાગીરનો વહીવટ કરવા એભલવાળા એ પોતાની હયાતીમાં જ મોકલ્યા હતાં. વીરગતિ પામેલા એભલજીની ખાંભી હાલ વલભીપુરમાં પોલીસ સ્ટેશનનાં પાછળનાં ભાગે આવેલી છે.

આ વીરગતિ પામેલા યોધ્ધાની ખાંભીએ ગળગુમડ, બીમારી માટે,હાથ પગના દુ:ખાવા માટે લોકો અત્યારનાં સમયે પણ શેર ગોળ ચઢાવી ને માનતા પુરી કરવામાં આવે છે. જો સવારે માનતા પુરી કરવા જઇએ તો પચ્છિમ બાજુ એભલ દાદાનું મો હોય છે. અને સાંજે પૂર્વ બાજુ માનતા પુરી કરવાની હોય છે. માનતા પુરી કરવાની આ પધ્ધિતી પાછળની એવી લોક વાયકા એવી છે કે યુધ્ધમાં દાદાને સુર્ય આથમી ગયો છે. તેવું છળ કપટ કરી માર્યા હતાં. આથી એભલ દાદા સુર્યના દર્શન નથી કરતા તેવી લોક વાયકા છે. 

એક વધુ લોક વાયકા તેવી પણ છે કે, ધામેલીયા(પટેલ)  કુળની દિકરીને એભલ દાદાએ લુંટારૂઓના હાથથી બચાવ્યા હતાં. એટલે વર્તમાન સમયમાં પણ ભાવનગર તાલુકાના રાજગઢ,મીઠાપર અને ધામેલીયા શાખ ધરાવતા પરિવારો એભલ દાદાને સૂરધન તરીકે માને છે. અને લગ્ન બાદ તેમની વલભીપુર ખાતે આવેલ દેરીમાં જઇ દર્શન કરી છેડાછેડી છોડવામાં આવે છે.

વળાના નામ પરથી વલભીપુરનું નામકરણ

આ દેરી એ જઇ શહેરીજનો તેમજ આસપાસનાં ગામડાનાં લોકો પણ ગોળ ધરવાની માનતા પૂર્ણ કરવા આવે છે છતાં એભલ વાળા ના ઈતિહાસ અંગે બહુજ અલ્પ લોકોને માહિતી હશે. વધુમાં એભલ વાળા વળાની રાજ ગાદી ભોગવી હતી. માટે આજના વાળા અટક ધારી ક્ષત્રિયોની અટક પણ વળા પરથી વાળા હશે તેવી વાયકા છે. ત્યાર પછી વળા ઉપર ગોહિલોનો અધિકાર થયો અને તે બાદ સોલંકીઓ આવ્યા. તેની પાસેથી મુસલમાનોએ લઇ લીધું અને ઔરંગઝેબ(1707) સુધી મુગલાઇ સત્તા નિચે રહ્યું તે બાદ ગોહિલ વંશના રાજવીના હાથમાં આવ્યું જે ઈ.સ.1947 સુધી રહ્યું અને વળાનું નામ વલભીપુર આપવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો