દલિત યુવતીઓ સામુહિક દુષ્કર્મ: ચાર આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા નજીક શોભાવડ ગામે દલિત પરિવારની બે બાળાઓ સાથે બે વર્ષ પૂર્વે ગામના જ પાંચ શખ્સોએ કન્યાઓને લલચાવી- ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી જુદી-જુદી જગ્યાએ જુદા-જુદા સમયે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના ગત મંગળવારે પ્રકાશમાં આવી હતી અને ઘટનાના શોભાવડ ગામમાં જ નહી સમગ્ર જિલ્લા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જ્યારે આરોપીઓ સામે ભારે રોષ સાથે ફીટકારની લાગણી વરસી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓની અટક કરી હતી.
Paragraph Filter

- ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામે બનેલી ઘટના
- દલીત કન્યાઓ સાથે દુષ્કર્મ કરનાર ચાર આરોપીઓ પકડાયા
- ત્રણ જૂદી જૂદી ફરિયાદ નોંધાઇ: બે સગ્ગી બહેનો સાથે બે વર્ષ પહેલા અને ત્રીજી પિતરાઇ બહેન સાથે એક વર્ષ પૂર્વે દુષ્કર્મ આચર્યુ હતું.

શોભાવડ ગામે દલિત કન્યાઓ સાથે દુષ્કર્મ આચર્યા હોવાની મંગળવારે મોડીરાત્રે 4 કલાકે 3 જુદી જુદી ફરિયાદ નોંધાઇ હતી જેમાં ફરિયાદીની પુત્રીએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી મેહુલ લખમણભાઇ, જયદિપ બાબુભાઇ વાઘેલા અને વિપુલ વાલજીભાઇએ, બે વર્ષ પૂર્વે તેણીની સાથે જુદી જુદી જગ્યાએ દુષ્કર્મ આચર્યુ હતું.

જ્યારે બીજી ફરિયાદમાં બીજી પુત્રીએ આરોપી વિપુલ બાલાભાઇ જાદવ અને એક અજાણ્યા શખ્સે તેણી સાથે બે વર્ષ પૂર્વે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઉપરાંત ત્રીજી ફરિયાદ તેમના ભાઇની પુત્રીએ નોંધાવી હતી, ફરિયાદી યુવતી હાલ સુરતના કતારગામ ખાતે રહે છે. અને તેણી એક વરસ પૂર્વે સુરતથી પ્રંસગોપાત શોભાવડ ગામે આવી હતી વેલા હતા તે વખતે આરોપી વિપુલ વાલજીભાઇ જાદવ અને અશ્વિન મંગાભાઇએ તેની સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અહેવાલની વધુ વિગત વાંચવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ ...
અન્ય સમાચારો પણ છે...