તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: આંબાચોકમાં થયેલ હત્યાના પાંચ આરોપીઓ ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(આંબાચોકમાં મોડીરાત્રે મુસ્લીમ યુવાનની કરપીણ હત્યા થઇ હતી)
ભાવનગર:વડવા તલાવડી વિસ્તારમાં રહેતા અને મુખ્ય શાકમાર્કેટ પાસે બટેટાનો વ્યવસાય કરતાં યુવકની ગત તા. 8/9ના રોજ આઠ જેટલા શખ્સો કરપીણ હત્યા કરી નાસી છૂટયા હતા.જે અંગે સી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા સી.ડીવીઝન અને એલસીબીએ આ ઘટનામાં 5 શખ્સોની ધરપકડ કરી છે.
વીડીયો પણ વોટસએપ પર ફરતો થયો હતો
ગત તા.8/9/2016ના રોજ વડવા તલાવડી વિસ્તારમાં રહેતા અને શાકમાર્કેટ બહાર બટેટાનો વેપાર કરતા રફીકભાઇ હુસેનભાઇ મકવાણાની મોડી રાત્રે દુકાન અને રૂ.10 લાખની રકમની લેતી દેતી બાબતે 8 શખ્સોએ કરપીણ હત્યા કરી હતી.જેનો વીડીયો પણ વોટસએપ પર ફરતો થયો હતો. જે અંગે મૃતકનાં ભાઇ ઇરફાનભાઇ હુસેનભાઇ મકવાણાએ આરોપીઓ પ્રદીપ ઉર્ફે લાલો ભરતભાઇ સાટીયા,હાર્દિક કાળુભાઇ ઉલવા,જીતુ ગવાભાઇ રબારી,સાજીદ ઉર્ફે બાવલો,તાઉ તથા રાજા અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોતાના ભાઇની હત્યા કર્યાની સી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે સી.ડીવીઝન પોલીસ ઉપરાંત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી હત્યામા સામેલ પ્રદિપ ઉર્ફે લાલો ભરતભાઈ સાટીયા (રહે.કુંભારવાડા), હાર્દિક કાળુભાઈ ઉલ્વા, જીતુ રમેશભાઈ ખટાણા, રાજ ઉર્ફે રાજા ઘનશ્યામભાઈ મકવાણા (રહે.તમામ વડવા તલાવડી) અને સમીર ઉર્ફે ટાઉટ રહિમભાઈ કુરેશી (રહે.અલ્કા ટોકીઝ પાસે)ને ઝડપી તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો