તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર:પત્ની અને પ્રેમી ઉપર ધડાધડ ફાયરિંગ કરનાર આર્મીમેનને આજીવન કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: તાજ હુમલા પ્રકરણના સુરક્ષા ગાર્ડ અને ભાવનગર ખાતે રહેતા આર્મીમેને આજથી દોઢ વર્ષ પૂર્વે તેની પત્ની અને પ્રેમી ઉપર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ પ્રણય ત્રિકોણના બનાવમાં પત્નીના પ્રેમીનુ મોત નીપજ્યું હતું. ઘટના બાદ આર્મીમેન સામેથી પોલીસમાં હાજર થતાં તેની ધરપકડ કરાઇ હતી. જે અંગેનો કેસ ભાવનગરની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આર્મીમેનને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે. આર્મીમેન પૂર્વ સંરક્ષણ પ્રધાનનો કમાન્ડો રહી ચુક્યો છે. પત્ની સાથેના આડાસંબંધના કારણ તેણે પત્નીના પ્રેમીને નગ્ન હાલતમાં જ બાથરૂમમાં ઠાર કર્યો હતો.
મિત્ર દેવેન્દ્ર રણજીતસિંહ શર્માને પોતાની પત્ની તથા માસુમ પુત્રીનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી
ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મુંબઇની તાજ હોટલમાં થયેલા હુમલા પ્રકરણ નેશનલ સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને દેશના પૂર્વ સંરક્ષણ મંત્રીના કમાન્ડો રહી ચૂકેલા અને શાર્પ શૂટર આર્મીમેન જીગરભાઇ હરેશભાઇ વ્યાસ શ્રીનગર ખાતે ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા હતા. તેમના લગ્ન ચેતનાબેન સાથે થયા હતા.આર્મીમેનને ફરજ અર્થે બહાર રહેવાનું થતું હોય તેમણે તેમના મિત્ર દેવેન્દ્ર રણજીતસિંહ શર્માને પોતાની પત્ની તથા માસુમ પુત્રીનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી. પરંતુ જીગરભાઇની પત્ની બેવફા નીકળતા અને રખેવાળ કરતા પતિના મિત્ર દેવેન્દ્ર સાથે જ પ્રેમ સંબંધ બંધાતા આ સંબંધ છેક બેડરૂમ સુધી પહોંચી ગયો હતો.
ધડાધડ ફાયરિંગ કરતા દેવેન્દ્ર શર્માનું નગ્ન અવસ્થામાં જ મોત થયું હતું
આ વાતની જાણ જીગરભાઇને થતાં પતિ-પત્નીની વચ્ચે આ બાબતે અનેકવાર ઝઘડા થયા હતા અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ હતી.પત્નીને સમજાવવાના જીગરભાઇએ છેક સુધી પ્રયાસો કર્યા હતા. પરંતુ તે નાકામીયાબ નીવડ્યા હતા. આ મામલે ચેતનાબેને તેના પતિનું ઘર છોડી તેના પ્રેમી દેવેન્દ્ર સાથે જવેલસ સર્કલ નજીક આર.કે. પોઇન્ટ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલ ફ્લેટમાં રહેવા જતી રહી હતી. જ્યાં તા.13-2-2015 એટલે કે વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ જીગરભાઇ પહોંચતા અને તેની પત્ની ચેતનાબેન અને પ્રેમી દેવેન્દ્રને કઢંગી હાલતમાં જોઇને તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ધડાધડ ફાયરિંગ કરતા દેવેન્દ્ર શર્માનું નગ્ન અવસ્થામાં જ મોત થયું હતું.
પતિ જીગર હરેશભાઇ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી
જ્યારે પત્ની ચેતનાને ઇજા પહોંચી હતી.આ અંગે આર્મીમેનના પત્ની અને ભાવનગર પરાની રેલવે કચેરીમાં જૂનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ચેતનાબેન વ્યાસે એ ડિવિઝન પોલીસ મથકમાં તેના પતિ જીગર હરેશભાઇ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ આર.કે. એપાર્ટમેન્ટમાં આવી તેણી સાથે ડિવોર્સની ડિસકસ કરતા હતો હતો તે વેળાએ ઉશ્કેરાઇ તેણે તેની પાસે રહેલી પીસ્ટલમાંથી તેણીને બે ગોળી મારી તેનો મિત્ર દેવેન્દ્ર અન્ય રૂમમાં હોય ત્યાં ઘૂસી જઇ તેના પર ફાયરિંગ કરતા અને તે બાથરૂમમાં ઘૂસી જતાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી.
હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂ.3000નો દંડ
ઉપરોક્ત હત્યાનો કેસ ભાવનગરના પાંચમાં એડિશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ કુ.કે.આર. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં બચાવ પક્ષના લીગલ એડ તરીકેના વકીલ પી.પી. જાડેજા, સરકારી વકીલ વી.બી. રાણાની ધારદાર દલીલો અને જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ 48 દસ્તાવેજી પુરાવા અને 46+2 સાક્ષીની જુબાનીને ધ્યાને લઇ જજે 143 પાનાનો ચુકાદો આપી આરોપી જીગર હરેશભાઇ વ્યાસને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂ.3000નો દંડ કર્યો હતો. જ્યારે પત્ની પર જીવલેણ હુમલામાં 307 બદલે કલમ 326ના ગુન્હામાં દોઢ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.જોકે આર્મ્સ એક્ટના ગુનામાં નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. અદાલતે તમામ સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ છે.
આગળની સ્લાઇડમાં વાંચો,હત્યાના આરોપી આર્મીમેને 7 મેડલ મેળવ્યા છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો