તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોઢ વર્ષ પહેલા શું થયું'તું એ રાત્રે? પ્રણય ત્રિકોણમાં લોહિયાળ અંત, જાણો કહાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: તાજેતરમાં અક્ષય કુમારની ‘રૂસ્તમ’ ફિલ્મ રજૂ થઇ હતી, જેમાં રૂસ્તમ પાવરી પોતાની પત્નીના પ્રેમીને સમજાવવા જાય છે અને ત્યાં તેની હત્યા કરી નાંખે છે, બાદમાં તે પોલીસ સમક્ષ હાજર થઇ જાય છે અને પોતે કરેલા ગુનાને સ્વીકારી લે છે, કોર્ટમાં આ કેસ ચાલે છે, જો કે રૂસ્તમ પાવરીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે, આ કેસ એટલા માટે યાદ આવી રહ્યો છેકે આજથી દોઢેક વર્ષ પહેલા 13 ફેબ્રુઆરી 2015ના રોજ ભાવનગરમાં એક ઘટના ઘટી હતી, જેમાં આર્મીમેને પોતાની પત્ની અને તેના પ્રેમી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં પત્નીના પ્રેમીનું નગ્ન અવસ્થામાં જ મોત થયું હતું. પ્રેમી પાસે બચવાનો સમય પણ રહ્યો નહોતો. આ કેસમાં પણ આર્મીમેન પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો, આ કેસમાં 8 સપ્ટેમ્બર 2016ના રોજ ભાવનગર કોર્ટ દ્વારા ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો, જેમાં આર્મીમેનને દોષી જાહેર કરી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

પરિવારની જવાબદારી મિત્રને સોંપી હતી અને એ મિત્રે તેના ઘરને લૂંટી લીધું

જે તે સમયે આ કેસ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. આર્મીમેન એક સમયે એનએસજી કમાન્ડો હતો અને તેણે મુંબઇની તાજ હોટલમાં થયેલા આતંકી હુમલા દરમિયાન ફરજ બજાવી હતી. અને તે પત્ની અને પુત્રી સાથે ગૌરવપૂર્ણ જીવન ગુજારી રહ્યો હતો, પરંતુ આર્મીની નોકરી હોવાથી તે લાંબા સમય સુધી ઘરેથી બહાર ફરજ પર રહેતો હતો અને તેણે પોતાના પરિવારની જવાબદારી એક મિત્રને સોંપી હતી અને એ મિત્રે જ તેના ઘરને લૂંટી લીધું હતું. જ્યારે એ આર્મીમેનને સજા સંભળાવવામાં આવી છે ત્યારે પુનઃ એ કેસ આંખોની સમક્ષ તરવરી રહ્યો છે. ત્યારે આજે અમે એ રાત્રે શું બન્યું હતું તે અંગે આછેરી માહિતી આપી રહ્યાં છે.

શું બન્યું હતું એ રાત્રે?

13મી ફેબ્રુઆરી 2015ની એ રાત્રે ડીવીઝન પોલીસ મથકમાં ચેતનાબેન વ્યાસ લોહિયાળ હાલતમાં ડી ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા, મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં જોઇ પોલીસ ચોંકી ઉઠી હતી. મહિલાને ખભામાં અને પડખાના ભાગે ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં આવેલી મહિલાએ પોલીસને જણાવ્યું કે તેમના પતિએ તેમના પર અને તેમના મિત્ર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે, આટલું સાંભળ્યા બાદ પોલીસે ઇજાગ્રસ્ત મહિલાને સારવારર્થે સર ટી.હોસ્પીટલમાં ખસેડી હતી. અને એસ.પી, ડી.વાય.એસ.પી, એલ.સી.બી અને એ.ડીવીઝન મથકના પોલીસ ઇન્સપેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, પોલીસને બાથરૂમમાં નગ્ન અવસ્થામાં પડેલો દેવેન્દ્ર (ચેતનાબેનનો પ્રેમી)નો મૃતદેહ મળ્યો હતો, ચેતનાબેન અને દેવેન્દ્ર વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને શયનસુખ માણ્યું હતું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો