તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભ્યારણ્યની હદ વિસ્તરતા ઔદ્યોગિક વિકાસને ખતરો: રોજગારી માટે હિજરતની ભીતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરઃ ભાવનગરમાં ઉદ્યોગ-ધંધા પડી ભાંગતાવિકાસની ગતિ નહીં પરંતુ અધોગતિ તરફ ધકેલાતું રહ્યું છે તેવામાં પડ્યા પર પાટુ સમાન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ફરતે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઈકો સેન્સીટીવ જાહેર કરવાના જાહેર કરેલા પ્રાથમિક જાહેરનામામાં સુધારો નહીં કરાય તો ભાવનગર િજલ્લામાં ઔદ્યોગિક વિકાસ જ ઠપ્પ થઈ જશે. અને રોજગારી માટે ભાવનગરના લોકોએ હિજરત કરવાનો વારો આવશે જેમાં કોઈ શક નથી.

વન્ય જીવોના રક્ષણની જેટલી આવશ્યક્તા છે તેટલી જ આવશ્યક્તા ભાવનગરના વિકાસની પણ છે. વન્ય જીવોને કોઈપણ સંજોગોમાં નુકશાન થવું જ ન જોઈએ. પરંતુ જરૂરીયાત કરતા અનેકગણો વિસ્તાર વન્ય જીવન માટે રક્ષિત કરી ભાવનગરને મોટુ નુકશાન પહોંચશે. પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય, નવી િદલ્હી દ્વારા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ફરતે ઈકો સેન્સીટીવ જાહેર કરવાનું પ્રાથમિક જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

વેળાવદર અભ્યારણને ઈકો સેન્સીટીવ જોન જાહેર કરવાના પ્રાથમિક જાહેરનામામાં અનેક ત્રુટીઓ છે. જે નજર અંદાજ કરવાથી ભાવનગરને ભાંગતુ કોઈ નહીં બચાવી શકે. સામાન્યત: ઈકો સેન્સીટીવ જોન ઉદ્યાનની ફરતે એકથી ચાર કિ.મી. સુધી હદ હોય, પરંતુ વે‌ળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની ઈકો સેન્સીટીવ જોન વેળાવદરથી 26 કિ.મી. એટલે કે વેળાવદરથી ભાવનગરને અડી જાય તેટલો વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયંુ છે. વેળાવદર ફરતે 727.68 સ્કવેર કિ.મી. ક્ષેત્રમાં ફેલાયેલંુ છે. ઈકો સેન્સીટીવ જોનમાં કોઈપણ પ્રકારના નવાવિકાસાત્મક કાર્યો, ઉદ્યોગો, મીઠાના અગર કે નવા પ્રોજેક્ટો થઈ નહીં શકે.

વાણિજ્ય અને ઔદ્યોગિકવિકાસને બ્રેક લાગી જશે અને ઈકો સેન્સીટીવ જોન જાહેર કરવા પ્રસિદ્ધ કરેલા જાહેરનામાના વિસ્તારમાં જ ઔદ્યોગિક વિકાસનીવિપુલ તક છે ભાવનગરના ધારાસભ્યો અને સાંસદને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચ હોદ્દા મળ્યા છે ત્યારે તેઓ ઈકો સેન્સીટીવ જોનના ભાવનગરને અભ્યાસકર્તા જાહેરનામાને રદ કરાવી નવેસરથી જાહેરનામુ પ્રસિદ્ધ કરાવે તે અનિવાર્ય બન્યું છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પહોંચેલા ભાવનગરના લોકપ્રતિનિધિઓ ધારે તોવિકાસના તમામ અવરોધો અવશ્ય દૂર કરી શકે.

ભાવનગરને ઔદ્યોગિક રીતે મોટો ફટકો
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ફરતે ઈકો સેન્સીટીવ જોન જાહેર કરવા પ્રસિદ્ધ થયેલા પ્રાથમિક જાહેરનામાને કારણે વેળાવદરથી ભાવનગર સુધીનાવિસ્તારમાં નવો કોઈ ઔદ્યોગિક વિકાસ જ નહીં થઈ શકે. એક તો ભાવનગરમાં હાલમાં કોઈ મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત નથી તેવામાં નવા ઉદ્યોગોને બ્રેક લાગવા સાથે ખેડૂતો પણ પાયમાલ થવાની ભિતી છે. જેથી જાહેરનામામાં સુધારો જરૂરી છે. જે બાબતે પ્રજાના પ્રતિનિધિઓ અને ભાવનગરની જનતાએ જાગૃત થવાની જરૂર છે. - અરવિંદ જાસોલીયા, પૂર્વ પ્રમુખ, િબલ્ડર એસો.

ઈકો સેન્સીટિવ ઝોનમાં ક્યા 32 ગામોનો સમાવેશ ?

વેળાવદર, કાળાતળાવ, મીઠાપુર, રાજગઢ, ભાડભીડ, અધેલાઈ, જસવંતપુર, સવાઈકોટ, સનેસ, સવાઈનગર, નવા માઢીયા, દેવળીયા, પાળીયાદ, ઉંડવી, કમળેજ, મેવાસા, શાહપુર, રતનપુર, મોટી ધરાઈ, ગણેશગઢ, કરદેજ, ઘેલાદી, નારી, કોટડા, નર્મદ, ખેતાખાટલી, જુના માઢીયા, કાળાતળાવ.

ફોર ટ્રેકને પણ થશે વિપરીત અસર
વેળાવદર અભ્યારણ્ય ફરતેનો મોટોવિસ્તાર ઈકો સેન્સીટીવ જોન જાહેર કરવાથી ભાવનગર-અમદાવાદ ફોરટ્રેકને પણવિપરીત અસર થશે. વેળાવદરના એકથી બે કિલોમીટર ફોર ટ્રેકના કાર્યમાં અનેકવિઘ્નો આવશે જેને કારણે ફોરટ્રેક ક્યારે અને કેવો બનશે તે જ અનિશ્ચિત છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો