તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર શહેર જિલ્લામાં વીજ ચોર મચાયે શોર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:  ભાવનગર શહેર અને જિલ્લામાં વીજ ચોરીનું દૂષણ હટવાનું નામ લેતું નથી. તંત્ર દરોડા પાડ્યા કરે, વીજ ચોરો પાવર ચોરી કરતા રહે, કોર્ટમાં કેસ દાખલ થયા કરે આ સીલસીલો યથાવત રહ્યો છે, તો કેટલાક બનાવોમાં ચોર કોટવાળને દંડે તેવી પરિસ્થિતિ જન્મે છે અને વીજ તંત્ર ઉપર પાવર ચોરો હુમલા કરે છે!! એપ્રિલ-17થી અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 18400 જોડાણો ગેરરિતી આચરાતી હોવાનું બહાર આવ્યું હતું, જેની સામે તંત્ર દ્વારા રૂ.28.57 કરોડના બિલ ફટકાર્યા હતા.

આ ઉપરાંત હજારોની સંખ્યામાં કોર્ટમાં કેસો પેન્ડીંગ પડ્યા છે, સમયાંતરે લોક અદાલત, કે સમાધાનમાં આિશક કેસોનો નિકાલ થાય છે, તેમ છતા હાલમાં 8700 કેસ કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે.બીજી બાજુ ચોંકાવનારી બાબત તો એ પણ છે કે, વીજ દરોડા પાડવા છતા વીજ લોસ ઘટતો નથી. સામાન્ય ઘટાડા સાથે લોસનું પ્રમાણ ઘટવાનું નામ લેતો નથી. સામૂહિક દરોડાની કાર્યવાહી કરવા છતા તેને પાવર ચોરીનું દુષણ ડામવું PGVCL માટે લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે.

ભાવનગર શહેર વર્તુળ કચેરી દ્વારા સતત ચેકિંગ ઝુંબેશ ચાલું હોવા સાથે રાજકોટથી પણ ઓચિંતા દરોડાની ટીમ ત્રાટકે છે, ત્યારે હાલમાં ભાવનગર જિલ્લામાં પણ એવા કેટલાક ગામો છે, કે જ્યા પોલિસ બંદોબસ્ત હોવા છતા વીજ કંપની દરોડા પાડવા માટે ગામમાં પગ મુકી શકતી નથી. આવા ગામોમાં કોઇ અધિકારી સાહસ કરવાથી હમેંશા દૂર રહે છે!! ભુતકાળમાં આ મામલે ઘોઘા વીજ ચોરીમાં નામચીન બની ગયું હતું., જ્યા વડોદરાથી છેક ટીમો ત્રાટકી હતી, છતા હુમલાઓ થયા હતા.

કેસ 1 સણોસરામાં  દાવડા શેરીમાં તા.25/1/17ના રોજ દરોડા પાડવા જતા ડે. એન્જિનિયર એમ.કે. વાંળાકી સાથે ઉગ્ર બોલા ચાલી બાદ મારામારી સુધી ઘટના બની હતી. લેણદારનું વીજ જોડાણ કાપવા જતા આ ઘટના બની હતી.

કેસ 2 પાલિતાણાના મોટી પાણિયાળીમાં તા.28/6/16ના રોજ રાજકોટથી કોર્પોરેટ ડ્રાઇવ હતી, જેમાં ડે. એન્જનિિયર એચ.ટી. વાંગરને મુંઢમાર મરાયો હતો, સાથોસાથ પથ્થરમારો થયો હતો. ગ્રામજનોએ એકઠા થઇને આ હુમલો કર્યો હતો. જેમાં પોલીસ કેસ થયો છે.

કેસ 3 ગારિયાધારના રતનવાવ ગામે બાળ મંદિર વાળી શેરીમાં તા.16/7/16ના રોજ ચેકિંગ ચાલું હતું. ત્યા પણ ડે. એન્જનિિયર એ.જી.બાબુલ ઉપર હાથાપાઇ થઇ હતી, અધિકારીનો કાઠલો પકડીને માર મરાયો હતો. તેમાં પણ FIR કરાઇ હતી.

જરૂર પડે વડી કચેરી પણ દરોડા પાડે....
^વીજ ચોરોને કયારેય છાવરવામાં આવતા નથી, સ્થાનિક કક્ષાએથી દરોડાની કાર્યવાહી ચાલું જ હોય છે, પણ કેટલીક વાર રાજકોટ કોર્પોરેટ કચેરીમાંથી પણ સામૂહિક ઝુંબેશ હોય છે, પોલીસ બંદોબસ્ત હોય છે, જોકે, વર્ષે છ સાત કેસોમાં ટીમ ઉપર હુમલા થવાની ઘટનાઓ બને છે, જેમાં FIR નોંધાવાય છે. > જે.એમ. રાઠોડ, સુપ્રિ. એન્જનિિયર, વર્તુળ કચેરી, ભાવનગર

હાથવગું હથિયાર, પાવરકટ
વીજ તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવે ત્યારે કોઇને કોઇ ગામોમાં સામૂહિક હુમલાના બનાવો બનતા રહે છે, સમગ્ર ગામ એક થઇને હુમલાઓ કરે ત્યારે વીજ તંત્ર પણ હાથવગું હથિયાર ઉગામીને સમગ્ર ગામનો પુરવઠો જ કાપી નાખીને અંધારપટ્ટ કરી નાખે છે, તો હવે કૃષિ જોડાણોમાં ટ્રાન્સફોર્મ જ ઉતારી લેવામાં આવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો