જે સમાજ કામની કદર કરતો નથી તે નગુણો કહેવાય : મંત્રી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યશવંતરાય નાટયગૃહમાં યોજાયેલો કાર્યક્રમ
-જિ.પં. દ્વારા પૂર્વ પદાધિકારીઓ સહિતનું સન્માન

ભાવનગર:ભાવનગર જિલ્લા પંચાયત આયોજીત સન્માન કાર્યક્રમ મંત્રીઓના અભાવે એક કલાક મોડો કરવો પડ્યો હતો. એટલું જ નહીં જે નાગરિકોનું સન્માન કરવાનું હતું તેઓની સંખ્યા પણ માંડ માંડ 45 ટકા રહી હતી.જિલ્લા પંચાયત આયોજીત પૂર્વ પદાધિકારીઓ, એકસો વર્ષની ઉમંર વટાવી જનારા વૃધ્ધો, સ્વાતંત્રય સેના, પૂર્વ ધારાસભ્ય,પૂર્વ સાંસદ સભ્યોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષ સ્થાને યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આવા પ્રકારના કાર્યક્રમોથી દુરોગામી અસર પડશે. જે સમાજ કામ કરનારની કદર કરતો નથી તે નગુણો કરવાય તેમ કહેતા ઉમેર્યું હતું કે, સરકારની યોજનાઓ વધુમાં વધુ લોકોએ લાભ લેવો જોઇએ.ગૃહમંત્રી રજની પટેલએ કહ્યું હતું કે, સમરસ થકી જ ગ્રામ પંચાયતોના પાયાના પ્રશ્નો હલ થઇ રહ્યા છે.
આ પ્રસંગે સિહોર, ગારિયાધાર અને ઉમરાળા ખાતે રૂપિયા 56.38 કરોડના ખર્ચે કરાયેલા વિકાસ કામોની તક્તિનું અનાવરણ કરાયું હતું. વધુમાં ઉપસ્થિતિમહાનુભાવોનું ફળની ટોપલી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચાવડાએ સ્વચ્છતા વિષય અંગે શપશ લેવડાવ્યા હતા. કાર્યક્મમાં જિલ્લા કલેકટરર પાની, ડીડીઓ ઓકથી માંડીને જિલ્લા પંચાયતના મોટા ભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.
કાર્યક્રમ શરૂ થવામાં કલાકથી વધુ મોડું થયું હતું જેમાં મંત્રીઓ જ મોડા આવતા કાર્યક્રમમા મોડું થયું હતું, તેમા પણ વરસાદના લીધે મંત્રીઓ મોડા આવ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા પંચાયત પ્રમુખ વિમળાબેને અને આભારવીધી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.એલ.જોષીએ કરી હતી.
ચાલું કાર્યક્રમે વિજળી રાણી ગૂલ !
સન્માન સમારોહ ચાલું હતો તે સમયે જ વીજળી ગૂલ થઇ ગઇ હતી, થોડો સમય માઇક બંધ થઇ ગયું હતુ.જો કે, કાર્યક્રમ પૂર્ણ થવાના સમયે પાવર જવાથી આયોજકોમાં થોડી રાહત રહી હતી.
અન્ય સમાચારો પણ છે...