• Gujarati News
  • 42 Degree Heat Bhavnagar Still Reel Inflammatory, Harassing Citizens

42 ડિગ્રીએ ભાવનગર હજુ પણ દાહક ગરમીની લપેટમાં : નાગરિકો પરેશાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રકોપ: ગરમીમાં 47 ટકા ભેજ ભળતા લોકો અકળાયા, મુંઝારો અનુભવાયો
- સપ્તાહ દરમિયાન ગરમીમાં ભાવનગર રાજ્યમાં ટોચના ક્રમાંકે
ભાવનગર: ભાવનગર શહેરે આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મહત્તમ ગરમીમાં ટોચનો ક્રમાંક મેળવ્યો છે. ગઇ કાલે 43.8 ડિગ્રી અને તેની પહેલા ગત શનિવારે 45 ડિગ્રીના મહત્તમ તાપમાને સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે ઉભરી આવ્યા બાદ આજે બપોરે ગરમીમાં નજીવો ઘટાડો નોંધાયો હતો જો કે 42 ડિગ્રી સેન્ટીગ્રેડે ભાવેણું હજુ દાહક ગરમીની લપેટમાંથી મુક્ત થયું નથી.
ભાવનગર શહેરનું ગઇ કાલે મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું હતુ જે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ હતુ છેલ્લા 24 કલાકમાં ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 42 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે પણ હજુ ભાવનગર હિટવેવની સકંજાથી મુક્ત થયું નથી.
આખો બપોર શહેરના માર્ગો ભઠ્ઠી સમાન તપેલા રહે છે અને બહાર ખુલ્લામાં તો શું ઘરે પણ અકળાવી નાખે તેવી ગરમી વરસી રહી છે. આજે શહેરમાં રાતનું લઘુત્તમ ઉષ્ણતામાન 28.3 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું જેથી મોડી રાત સુધી ગરમીના સકંજામાંથી મુક્તિ મળતી નથી. ભાવનગર શહેરમાં આજે હવામાં ભેજનું પ્રમાણ પુન: વધીને 47 ટકાના આંકને આંબી જતા આખો બપોર કાળઝાળ ગરમીની સાથોસાથ બફારો પણ વધતા નગરજનો આજે પણ અકળાઇ ગયા હતા. મે માસના અંતિમ સપ્તાહમાં ભાવનગર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું છે ત્યારે નગરજનો હિટવેવથી તોબા પોકારી ગયા છે.