ખેતીમાં પાણીની તંગીના કારણે તળાજા પંથકમાં ટપક પદ્ધતિ આર્શિવાદ સમાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા: ખેતી માટે હરીયાળી ક્રાંતિના ફળો મેળવવા અન્ય પરીબળો સાથે પીયતની સુવિધા અગત્યની છે. પરંતુ પાણીની કાયમી તંગી ભોગવતા તળાજા વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં સામાન્યથી ઓછા વરસાદ અને શેત્રુંજી સિંચાઇ યોજનાની ઘટતી જતી જળ સંગ્રહ ક્ષમતાથી હવે આ વિસ્તાર માત્ર વરસાદી ખેતી પર નિર્ભ થતો જાય છે. છેલ્લા વર્ષોમાં ખેતી માટે જમીનના તળમાંથી અમાપ જળ સિંચનને કારણે જમીનનાં પાણીના તળ ઉંડા જતા જાય છે. 

આ સંજોગોમાં પિયત માટે ઉપલબ્ધ પાણીના મહત્તમ ઉપયોગ માટે હવે ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિથી પિયત કરવાનું સમજદારીભર્યું હોવાની માન્યતા ઉદ્દધવતી જાય છે.
તળાજા વિસ્તારમાં સરેરાશ 20 થી 25 ઇંચ વરસાદી પાણીના અસરકારક વ્યવસ્થાપનના અભાવે વરસાદનો મોટો હિસ્સો દરિયામાં વહી જાય છે. જેથી ઉપલબ્ધ પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે હવે સુક્ષ્મ પીયત પદ્ધતિની અગત્યતા પ્રગતિશીલ ખેડુતો સમજી ગયા છે.

ઇઝરાયલમાં સુક્ષ્મ પદ્ધતિથી ખેતી ક્રાંતિ
^ઇઝરાયેલ રણ પ્રદેશ છે. જેમાં આપણાથી માત્ર ચોથા ભાગનો વરસાદ થાય છે. જેથી ત્યાંના ખેડુતોએ ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવીને ડ્રીપ અને સ્પીંકલર પદ્ધતિના વ્યાપક ઉપયોગથી ઉપલબ્ધ જળના ટીપેટીપા પાણીનો મહત્તમ ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાસભર અધિક અને શ્રેષ્ઠ ઉત્પાદન મેળવીને ક્રાંતિ સર્જી રહ્યાં છે.
> વલ્લભભાઇ દેસાઇ, (બીએસસી એગ્રી.) કિસાન માર્ગદર્શન કેન્દ્ર, તળાજા
અન્ય સમાચારો પણ છે...