તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા ઉદ્યોગો આવશે તો જ સ્થળાંતર અટકશે, શહેરના બુદ્ધિજીવી વર્ગ સાથે ટોક શો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:  દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે ભાવનગરમાંથી સ્થળાંતર એક સમસ્યા અને તેના ઉકેલ વિષયે શહેરના બુદ્ધિજીવી વર્ગ સાથે શ્રીજી રેસ્ટોરન્ટના કોન્ફરન્સ હોલમાં એક ટોક શોનું આયોજન કરાયું હતુ. જેમાં સૌ બુદ્ધિજીવી એક મત હતા કે જ્યાં સુધી ભાવનગરમાં સરકારની પ્રોત્સાહક નીતિ નહીં આવે અને જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી વિકાસ શક્ય નથી અને વિકાસ નહીં હોય ત્યાં સુધી સ્થળાંતરને અટકાવવું શક્ય નથી. ભાવનગરમાંથી યુવાનો અને ધંધાર્થીઓના સ્થળાંતરને અટકાવવા અનેક સૂચનો આવ્યા હતા અને તે માટે જ્ઞાતિ-જાતિ કે પક્ષા પક્ષીને ભૂલીને એક થઇ કામ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

ઉચ્ચ શિક્ષણ માટે ક્વોલીટી કોલેજો નથી
ભાવનગરમાં અનેક ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે. પરંતુ ઉચ્ચ શિક્ષણનો સ્કોપ નહીં હોવાથી અન્ય શહેરમાં જવું પડે. કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ પણ જવાબદાર છે. શહેરનું વાતાવરણ બગડતા બુદ્ધિજીવીઓ શહેર છોડે છે. ક્વોલીટી કોલેજો ન હોય ધો.12 પછી સ્થળાંતર થાય છે.
} રાજુ સોલંકી, સામાજિક આગેવાન

સરકારી પ્રોત્સાહક નીતિ માઇગ્રેશન રોકવા જરૂરી
ભાવનગરમાંથી બહાર જવા વિકાસનો અભાવનું ફેકટર લોકોને પુશ કરે છે. આ સંજોગોમાં સ્થળાંતર રોકવું હોય તો સરકારે ભાવનગર માટે નીતિ બદલી પ્રોત્સાહક નીતિઓ ઘડવી જોઇએ તો જ યુવાનો જે આંતરમાળખાગત સુવિધામાં આશા રાખે છે તે ભાવનગરમાં રહેશે.
} પ્રો.ભાવેશ દેસાઇ, યુનિ., વાણિજ્ય ભવન

ઉદ્યોગ ક્ષેત્રે જોખમ ઉઠાવી વતનપ્રેમી બને તો વિકાસ
સ્થળાંતર રોકવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવી જોઇએ ઉપરાંત લઘુ અને મધ્યમ ઉદ્યોગો શરૂ કરવા સાહસવૃતિ ભાવનગરમાં કેળવવી જોઇએ અને અંતે ખાસ કરીને ભાવેણાવાસીઓએ વતન પ્રેમ કેળવવો જોઇએ. ક્રિમ પબ્લિક ટકે તો જ સ્થળાંતર અટકશે.
} પૂ.કે.પી.સ્વામી, સંચાલક, સ્વામિ. ગુરૂકુળ

ઔદ્યોગિક વિકાસથી સ્થળાંતર કન્ટ્રોલ થઇ શકે
માઇગ્રેશન અટકાવવું અસંભવ છે પરંતુ કન્ટ્રોલ જરૂર થઇ શકે. ભાવનગરમાં ઔદ્યોગિક તક વિપૂલ પ્રમાણમાં છે. મરનિ ઇન્ડ., જ્વેલરી પાર્ક સહિતના ઔદ્યોગિક વિકાસ ઉપરાંત હાઇલેવલ એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટેશન સુવિધાથી માઇગ્રેશનને બ્રેક લાગી શકે.
} તેજશ શેઠ, શેઠ બ્રધર્સ

કનેક્ટવિીટીથી મહદ્અંશે હલ લાવી શકાય
કોઇપણ શહેરના વિકાસ અને માઇગ્રેશન અટકાવવા અન્ય શહેરો સાથેની કનેક્ટવિીટી વધુ અસરકારક હોય છે. ભવનગરમાં રેલ,એર અને રોડમાં કનેક્ટવિીટી પ્રોબ્લેમ છે. જીથરી હોસ્પિટલની જગ્યામાં એઇમ્સ થાય તો ભાવનગરને આરોગ્યની સુવિધા સાથે રોજગારી મળે.
} સુનિલ વડોદરિયા,  ચેમ્બર ઓફ કોમર્સ

ખોટી રીતે  જ્ઞાતવિાદ વિકસ્યો છે તેને અટકાવો
ભાવનગરમાં ખોટી રીતે જ્ઞાતવિાદ વધ્યો છે. કારણ કે બધી જ્ઞાતિઓ સંકુચિત થઇ જ્ઞાતવિાદ વિકસાવતી થઇ છે આ શહેરમાં યુવાનને રૂા.50 હજારનો પગાર આપી શકે તેવો ઉદ્યોગ પણ નથી. નડતરરૂપ લોકાનું પ્રમાણ વધતું ગયું છે. સેવાધારની સાથે રોજગારી આપે તેનું સન્માન થવું જોઇએ.
} એમ.એમ.નાકરાણી,  જ્ઞાનમંજરી વિદ્યાપીઠ

ઉદ્યોગ સાહસિકોની સંખ્યા વધે તેવા પ્રયાસ જરૂરી
ભાવનગરમાં વર્ક વેલ્યુનો અભાવ છે અને સાથે ઉદ્યોગ સાહસિકો પણ ઓછા છે જાગવું જરુરી છે. સારા શહેરમાં દીકરી પરણાવવી એ સૌ ઇચ્છે અને આથી જ દીકરીઓનું સ્થળાંતર પણ વધ્યું છે. માનસિકતા બદલી લોકોએ એક થવું જોઇએ. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પણ હોવી જરુરી છે.
} પ્રો.અનિલ વાઘેલા, સમાજશાસ્ત્ર, શામળદાસ કોલેજ

સમૂહ સ્થળાંતર, વર્તમાનની નિરાશા
સ્થળાંતર એ સામાજિક સતત પ્રક્રિયા છે. પરંતુ સમૂહના સ્થળાંતર એ વર્તમાન સમયની નિરાશા અને ભવિષ્યની ચિંતા છે. છેલ્લા 25 વર્ષમાં શિક્ષણ કે ઔદ્યોગિક વિકાસને સતત બ્રેક લાગી છે. તંત્ર વાહકોની જડતા પણ નુકસાન કરે છે. આ વલણ બદલાય તો વિકાસ શક્ય છે અને વિકાસ થશે તો સ્થળાંતર અટકશે.
} હિતેશ વ્યાસ, અેડવોકેટ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે તો વિકાસ થશે
સ્થળાંતરનું મુખ્ય કારણ ભાવનગરમાં આંતરમાળખાગત સુવિધાનો અભાવ છે. જેમાં તબીબોના ફેકટરનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય ક્ષેત્રે પછાત છીએ અને આથી બહાર જઇ હજારોનો ખર્ચો કરવો પડે છે. ત્યારે કોર્પોરેટ હોસ્પિટલ માટે કમિટિ રચી સંચાલન કરવું જોઇએ. વતન પ્રેમ પણ જરૂરી છે.
} ડો.નરેશ સૂચક,  સૂચક મેડિકલ સેન્ટર

ઉદ્યોગો-શૈક્ષણિક સંસ્થાઓમાં દાદાગરી
શહેરીજનો નવા વિચાર જલ્દી સ્વીકારતા નથી. જો સ્થળાંતર રોકવું  હોય તો ઉદ્યોગથી લઇને શૈક્ષણિક સંસ્થાઓ સામે અસામાજિક તત્વોની દાદાગીરી ચાલે છે તે રોકવી જોઇએ. કોઇ પણ પ્રશ્ને પ્રજામાં વધુ પડતું સહિષ્ણુતાપણું આવી ગયું છે તે નડે છે ખરેખર તો ખુલ્લા મને ચર્ચા થવી જોઇએ અને ફેરફાર સ્વીકારવા જોઇએ.
} ડો.ભરત નાકરાણી, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ

ભાવનગર માટે જીવે તેવો નેતા હોવો જોઇએ
સ્થળાંતરની સમસ્યા સતત ચાલે છે પણ ભાવનગરમાં આ પ્રમાણ વધ્યું છે અને નિરાશાને લીધે લોકો શહેર છોડતા થયા છે ખરેખર તો ભાવનગર માટે જીવે તેના પ્રશ્નો ઉકેલે તેવો રાજકીય નેતા જરૂરી છે. કલ્પસરને બદલે દેવલા-ગુંદાળા બ્રીજ થવો જોઇએ. જો આ બ્રીજ થશે તો સ્થળાંતર થતું અટકાવી શકાશે.
} અરૂણ જૈન,  ઉદ્યોગપતિ

કોટન પાર્ક બનાવો તો વિકાસકૂચ થશે
ભાવનગરથી સુરત તરફ સ્થળાંતર થાય છે અને ત્યાં હીરાની સાથે કાપડ ઉદ્યોગમાં આપણા હજારો લોકો સ્થાયી થયા છે તેને બદલે ભાવનગરમાં કપાસ થાય છે, જનિીંગ મીલો પણ છે હવે  તેના વિકાસ માટે જમીન આપો અને ટ્રાન્સપોર્ટની સુવિધા તેમજ કોટન પાર્ક થયા તો હજારોને ભાવનગરમાં રોજગારી મળે.
} લક્ષ્મણભાઇ પટેલ,  હીરા ઉદ્યોગ, ગારિયાધાર

કાંઇ કરવું નથી બેઠા બેઠા ખાવું છે
ભાવનગરના લોકોના બ્લડમાં વ્યાજ આવી ગયું છે. કોઇ કામ-ધંધો કરવો નથી અને બેઠા-બેઠા આવાની વૃત્તિથી વિકાસ અટક્યો છે. ભાવનગરનો વિકાસ સ્પેન્ડિંગ પાવરથી થશે. આપો આપ ઉદ્યોગ ખેંચાતા આવશે અને માઇગ્રેશન ઘટશે. ભાવનગરમાં ઉદ્યોગો સ્થાપવા માટે વતન પ્રેમ પણ જરૂરી છે. 
} દર્શક શાહ, જોઇન્ટ એમ.ડી. મધુસીલીકા

આપણાપણાની લાગણીનો અભાવ
ભાવનગરમાંથી સ્થળાંતર અમુક ધંધાને લગતા લોકો જ કરતા હોય છે. ભાવનગર ફરતે કુદરતી સંપતિ એવો વિશાળ દરિયા કાંઠો છે. જેનો લાભ લઇ ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. સાથે ભાવનગરીઓમાં આપણાપણાની લાગણીનો અભાવ છે. આથી પૂરતા પ્રમાણમાં ડેવલપમેન્ટ થઇ શક્યું નથી અને સ્થળાંતર થઇ રહ્યું છે.
} દિગ્વિજયસિંહ ગોહિલ, રાજકીય અગ્રણી

ટૂરિઝમ ડેવલપમેન્ટથી રોજગારી ઉભી થઇ શકે
ભાવનગરમાં અનેક ટૂરિઝમ પ્લેસ છે. પાલિતાણા, વેળાવદર, કુડા, કોળિયાક જેવા પ્રવાસન ધામો છે ત્યારે ટૂરિઝમ ડેવલપમેન્ટથી નવી રોજગારી ઉભી કરી શકાય જેથી માઇગ્રેશન અટકવામાં સહાયરૂપ થાય. માઇગ્રેશન નાના-મોટા દરેક શહેરમાં છે. પરંતુ પાછા લાવવા ઓપોર્ચ્યુનીટી જરૂરી. 
} મિલી શેઠ, ગ્રીન સિટી-ક્લનિ સિટી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો