તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપાની કૃપાને લીધે પગનું ઓપરેશન કરવાની જરૂર ન પડી: વાંચો શ્રદ્ધાના કિસ્સા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાળંગપુર/ભાવનગર:બાપા બ્રહ્મલીન થયાના સમાચાર મળતાંજ દેશ વિદેશમાં વસતા તેમના ભક્તો શોક મગ્ન બન્યા છે.સ્વાભાવિક રીતે જ આવા સમયે ભક્તોને બાપાની કૃપા યાદ આવે.પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર જીવન દરમિયાન અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા છે,યુવાનોમાં વ્યાપ્ત માવા-દારૂ- તમાંકુ જેવા વ્યસનનો પણ છોડાવી ભક્તિમય જીવન પસાર કરવાની પ્રેરણા પણ આપી હતી.વાંચો બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધાના અનેક ઉદાહરણ...

બાપાની કૃપાને લીધે પગનું ઓપરેશન કરવાની જરૂર ન પડી
સ્વામી એક એવી હસ્તિ હતા કે તેમની અમીદ્રષ્ટિ જેમના ઉપર પડે તેનુ કલ્યાણ થઇ જાય. અમારા સમગ્ર પરિવારને આ વાતનો અનુભવ છે. આ શબ્દો છે સ્વામિ બ્રહ્મલીન થયાના સમાચાર મળતા જ મુંબઇથી સાળંગપુર દોડી આવેલા જાણીતા બિઝનેસમેન શૈલેષ ગોવિંદ જાદવના. તેમણે કહ્યુ કે મારા દાદા અને પિતાજી બન્ને સ્વામિ ભક્તિના રંગે રંગાયેલા હતા. મારા પિતાનુ એકવાર એકસીડેન્ટ થયેલુ. ડોકટરે કહ્યુ કે પગ કાપવો પડશે. અમે બાપાને દેખાડયુ. બાપાએ પગ ઉપર ફેરવ્યો અને કહ્યુ કે ભગવાન પર ભરોસો રાખો. સારૂ થઇ જશે. અને થોડા દિવસમાં પિતાને હોમિયોપેથીની દવાથી સારૂ થઇ ગયુ. મારા ભાઇને પગનુ હાડકુ બહાર નીકળી ગયુ હતુ. ડાન્સનો એને શોખ હતો. અને ડોકટરે ડાન્સ કરવાની ના પાડી હતી. પણ સ્વામીજીએ હાથ ફેરવ્યો અને સારૂ થઇ ગયુ. આવા તો અનેક બનાવ છે કે જેમાં બાપાની કૃપાથી અસંભવિત કામ સંભવિત બની ગયુ હોય. બાપાએ મારા આખાયે જીવનનુ ઘડતર કર્યુ છે.
આગળની સ્લાઇડમાં વાંચો,સ્વામીજી કૃપાદ્રષ્ટિ મને એમના તરફ ખેંચી ગઈ અને...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો