• Gujarati News
  • Bhavnagar Future Smart Cities In A Tower System Can Not Save

ભાવનગર ભાવિ સ્માર્ટ સિટીના તંત્રવાહકો એક ટાવરને પણ સાચવી શકતા નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાવનગરમાં ક્રેસન્ટ ટાવર છે જેની ઘડિયાળ શહેરના વિકાસની માફક બંધ
- જોવાનું કે જવાબદાર તંત્રનું ધ્યાન આ ટાવર ઉપર ક્યારે પડે છે
ભાવનગર: કલ્પસર, જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, આઇટી પાર્ક જેવા અનેક વચનો ભાવનગરને અગાઉના શાસકો તરફથી મળ્યા પણ તે પૂરા થયા નથી અને હવે તેમાં નવું ઉમેરણ ભાવનગર શહેરને સ્માર્ટ સિટી જાહેર કરી ફ્યુચર સિટી તરીકે જાહેર કરાયું છે ત્યારે નવા પ્રોજેક્ટ તો શું પણ જૂની રાજાશાહી વખતના અને ભાવનગરની આગવી "ઓળખ સમા જે જે સ્થાપત્યો છે તેને પણ અત્યારનું સરકારી તંત્ર સાચવી શકતુ નથી જેનો જિવંત નમૂનો શહેરની મધ્યમાં આવેલો અને આગવી "ઓળખ સમો ક્રેસન્ટ ટાવર છે જેની ઘડિયાળ આજકાલ ભાવનગર શહેરના વિકાસની માફક બંધ થઇ ગઇ છે. હવે જોવાનું કે જવાબદાર તંત્રનું ધ્યાન આ ટાવર ઉપર ક્યારે જાય છે.