તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાંથી સ્થળાંતર અટકાવી વિકાસના દ્વાર ખોલી શકે કોટન પાર્ક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:  ભાવનગરમાંથી હાલ મોટા ભાગના ધંધાર્થીઓ અને રોજગારીવાચ્છુઓ રોજગારી માટે સુરત સ્થાયી થવા લાગ્યા છે તે હકીકત છે ત્યારે સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જેમ કાપડ ઉદ્યોગમાં પણ લોકો રોજગારી મેળવતા થયા છે. ત્યારે ભાવનગર કે જ્યાં વિપૂલ પ્રમાણમાં કપાસ ઉપજ થાય છે. જમીન છે, જનિીંગ  મીલો છે તો ભાવનગરમાં જ સરકાર જો પ્રોત્સાહક નીતિ-પગલા જાહેર કરે અને કોટન પાર્ક લાવે તો ભાવનગરના વિકાસના દ્વાર ખુલી શકે તેમ છે.

ભાવનગરમાં કોટન પાર્ક માટે પૂરતા પ્રમાણમાં કાચો માલ ઉપલબ્ધ છે. દરિયા, ટ્રેન, ટ્રક મારફતે પરવિાહનની સુવિધા ઉપલબ્ધ છે. આ સંજોગોમાં જો સરકાર ભાવનગરમાં કોટન પાર્ક ફ્રી ઝોન તરીકે પ્રોત્સાહક નીતિ અપનાવી શરૂ કરે તો હજારો લોકોને ભાવનગરમાં જ તેના વતનમાં જ રોજગારી મળી શકે તેમ છે. આવી સ્થળાંતરની સમસ્યા પણ હળવી થશે.

ભાવનગરનું કોટન ચીન લઇ જાય છે અને ત્યાંથી વૈશ્વિર સ્તરે ખપત છે.  આ ગુણવતાયુક્ત કોટનનું જો ભાવનગરમાં જ પ્રોસેસિંગ થાય અને દરિયાઇ માર્ગે વિદેશમાં નિકાસ કરવામાં આવે તો ભાવનગરના વિકાસના દ્વારા ખુલે તેમ છે. ઉપરાંત બેરોજગારની સમસ્યા પણ હલ થશે. ભાવનગરના ખેડૂતોને વધુ હિસ્સો મળતો થશે. દરિયાકાંઠે એક મોટો ઉદ્યોગ વિકસતા તેને આનુસાંગિક ઉદ્યોગ પણ ભાવનગરના દરિયાઇ સ્તરે વિકસશે. 

આ માટે ઉદ્યોગકારે અને તેની સાથે રાજકીય આગેવાનો પૂરતી ઇચ્છા શક્તિ સાથે ભેગા મળે અને ભાવનગર માટે કાંઇક કરી છૂટવા મક્કમ નિર્ધાર વ્યક્ત કરે તો કોટન પાર્ક સાકાર થાય અને ભાવનગરમાંથી સ્થળાંતર અટકે તેમજ વિકાસના દ્વાર ખુલી જાય.

અધિકારીઓની જડતાએ નખ્ખોદ વાળ્યું
ભાવનગરનો વિકાસ રૂંધાવા અને લોકોની ભાવનગર પ્રત્યેની અરૂચી પેદા થવા પાછળ ભુતકાળમાં ભાવનગરના મુખ્ય અધિકારીઓની જડતા અને વહવિટી અણઆવડત પણ કારણભુત છે. ભાવનગરના તત્કાલીન કલેકટરે ભાવનગરના 4000થી વધુ લોકોની જમીન શરત ભંગ સહિતના મુદ્દે સરકાર હસ્તક લેવા અને જાણે મોટો ગુન્હો કર્યો હોય તેવું વર્તન કર્યું હતું તેમજ કાયદો વ્યવસ્થામાં પણ તંત્રની નિષ્ક્રીયતાને કારણે લોકોને ભાવનગર પ્રત્યે અણગમો પેદા થયો છે અને મનેકમને ભાવનગર છોડવુ પડ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો