તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાની ગેરહાજરીમાં માતૃપ્રેમના અભાવે બાળક અપરાધી બની ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
 
ભાવનગર: પોલિસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હાથે ગઈકાલે પકડાયેલા ભરતનગરના સગીરની કહાની હૃદયસ્પર્શી છે અને તેની માતાનું અવસાન થયેલું હોવાથી પ્રેમના અભાવે તેમજ મિત્રોની સંગાથે ચોરીના રવાડે ચડી ગયો હોવાનું આજે પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. પિતા રીક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે.

મિત્રોની સંગાથે ચોરીના રવાડે ચડ્યો

શંકાસ્પદ એકટીવા સાથે પકડાયેલા મયુરે (સગીર હોવાના કારણે નામ બદલાવેલ છે) માત્ર 2 મહિનાના ગાળામાં ગુન્હાખોરીના રસ્તે ચડીને જુદા-જુદા િવસ્તારમાંથી 7 વાહનો ચોર્યા હોવાનું કબૂલ્યું હતું. ઈ ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ વી.એસ. ભૂતે જણાવ્યું કે, તેની ઉંમર 16 વર્ષ છે અને તે રીઢો ગુનેગાર નથી. તેથી તપાસ દરમિયાન સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે. એસઓજીના નીતિન ખટાણાની ફરિયાદના આધારે આજે દિવસ દરમિયાન ભરતનગર પોલિસ સ્ટેશનમાં તપાસ ચાલી હતી. આવતીકાલે તેને િનલમબાગ પોલિસને સોંપવામાં આવશે. કામીિનયાનગર, ભગવતી સર્કલ, લીલાસર્કલ, વાઘવાડી રોડ, સાગવાડી સહિતના િવસ્તારોમાંથી બાઈકો ચોરી કરેલી છે. 

ધોરણ 10માં નાપાસ છે આ વિદ્યાર્થી

મયુરની હાલની ઉંમર પૂરી સત્તર વર્ષની પણ થઈ નથી અને મિત્રોની સંગાથે માનસમાં ગૂન્હાખોરી ફેલાઈ ગઈ છે. તે ધોરણ-10ની પરીક્ષામાં નાપાસ થયેલો છે અને ત્યારબાદ પૈસાની લ્હાયમાં આ રસ્તો અપનાવ્યો છે. એક તો માતાની ગેરહાજરી અને ધોરણ-10માં નાપાસનું પરિણામ. જેનાથી તેનું જીવન અન્ય દિશામાં ફંટાયું છે.
અન્ય સમાચારો પણ છે...