તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડ પ્રશ્ને તળાજા-મહુવા હાઇવે પર કરાયો ચક્કાજામ, નવો માર્ગ બનાવવાની માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજા:  તળાજા પંથકના હાજીપર ગામથી ઠળીયા સુધીનો 11 કિમી જેટલો માર્ગ અનેક ગામોને જોડતો હોય ખુબ ઉપયોગી છે. આ રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ બની ગયો હોવા છતાં તંત્ર  દ્વારા નવો રોડ બનાવવા કોઇ કાર્યવાહી નહિ થતા આખરે સાતથી વધુ ગામનો લોકોએ રોષે ભરાઇ તળાજા મહુવા હાઇવે પર ઉતરી આવી વાહન વ્યવહાર ખોરવી નાખ્યો હતો.
 
બનાવને પગલે પોલીસે સ્થળ પર દોડી જઇ સમજાવટથી મામલો થાળે પાડયો હતો. તળાજા-મહુવા હાઇવે પર તળાજાથી સાત કિ.મી. દુર હાજીપરના પાટીયા પાસે આજે સવારના 10 વાગ્યા આસપાસ હાજીપર ઠળીયાના ટુંકા અગત્યના માર્ગ મારામત પ્રશ્ને રસ્તા પર બેસી જઇ ધરણા કરી દેતા હાઇવે પરનો બન્ને તરફનો હાઇવે થોડો સમય અવરોધાતા બન્ને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી. 

હાજીપરથી ઠળીયાનો રસ્તો બિસ્માર હોવાથી આ વિસ્તારમાં આવતા ગામોના લોકોએ અવાર નવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા મરામત નહિ થતા આજરોજ પાંચથી સાત ગામોના લોકો રસ્તા રોકોનો રાહ અપનાવેલ. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો