તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BJP પ્રદેશ અધ્યક્ષના જન્મદિનની ઉજવણીમાં પાટીદારોનો સૂત્રોચ્ચાર, પોલીસનો લાઠીચાર્જ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરઃ ભાવનગરમાં રવિવારે સરદારનગર ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કેટલાક પાટીદારોએ ઘૂસી જઇ સુત્રોચ્ચાર કર્યો હતો. મુખ્યમંત્રીના ભાષણ આપવા ઉભા થતાની સાથે જ 4 થી 5 પાટીદારોએ સુત્રોચ્ચાર કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસ બળપ્રયોગમાં એક યુવકને ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકે આજે પોલીસ અને ભાજપના કાર્યકરોએ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. બળપ્રયોગ અને સરકારના વિરોધમાં આજે પાટીદારોએ હીરા બજાર બંધ રાખવાની જાહેરાત કરી છે.
પાટીદારોએ 'હાય રે જીતુ હાય હાય'ના સૂત્રોચ્ચાર કર્યા

રવિવારે ભાવનગરમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના જન્મદિવસની ઉજવણી સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં પાટીદારોએ સૂત્રોચ્ચાર કરી તેમનો વિરોધ કર્યો હતો. કાર્યક્રમમાં આવી પહોંચેલા પાટીદારોએ 'હાય રે જીતુ હાય હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દર્શાવી રહેલા પાટીદારોને રોકવા જતાં ટોળું વિફર્યું. પોલીસે વધુ પડતો બળપ્રયોગ કરતા કેયુર અને અંકીત બટુકભાઇ ભીસરાને ગંભીર ઇજા થતા સારવાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાટીદાર યુવકો ઘાયલ થયાની વાત શહેરમાં ફેલાતાં પાટીદારોનાં ટોળે-ટોળાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

ઈજાગ્રસ્ત કેયુરે ભાજપના કાર્યકરો અને પોલીસ વિરુદ્ધો નોંધાવી ફરિયાદ
ઈજાગ્રસ્ત કેયુર મોરડિયાએ આજે ફરિયાદ નોંધાવી છે. જેમાં ભાજપના કાર્યકરો અને પોલીસે માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. કેયુર મોરડિયાએ આજે બી-ડિવિઝનમાં ભાજપના કાર્યકરો અને પીઆઈ, પીએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલે માર માર્યો હોવાનો આરોપ લગાવ્યા છે.

પાટીદારો ગુજરાત સરકારના વિરોધમાં આજે હીરા બજાર બંધ પાળશે

પાટીદાર યુવકો પર કરવામાં આવેલા બળ પ્રયોગના વિરોધમાં આજે પાટીદારોએ બંધનું એલાન આપ્યું છે. તો ગુજરાત સરકારના વિરોધમાં હીરા બજાર બંધ પાળશે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, આજે કલેકટરને આવેદન અપાશે, ‘પાટીદારોને અલગ કરવાની કોશીષ થઇ રહી છે તેમાં સફળ થવા નહીં દેવાય’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો