તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: લોકાર્પણના નામે ગ્રામ્ય પંથકમાં જશ ખાટવા માટે ભાજપની પેરવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:સને.2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે થોડા સમય પૂર્વે પંચાયતોમાં પંજો ફેલાઇ ગયા બાદ ભાજપના પેટમાં તેલ રેડાયું છે, એટલું જ નહીં પણ હવે કોઇ પણ ગ્રામ્ય ક્ષેત્રે કોઇ પણ લોકાપર્ણ કે ખાતમુર્હૂતનો કાર્યક્રમ હશે તો તુરંત ગાંધીનગરથી મંત્રીઓ મારતી ગાડીએ દોડી આવશે. ગ્રામ્ય પંથકમાં જશ ખાટવા ભાજપે રીતસરની પેરવી શરૂ કરી છે.ભાવનગર સહિતની અનેક જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે કબજો જમાવી દીધા બાદ ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. માથે સને. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપની સરકારે મંત્રીઓને ગ્રામ્ય વિસ્તારો ખુંદવા આદેશ આપી દીધો છે.
હવેથી માત્ર એક કરોડ કે 50 લાખ સુધીનું પણ લોકાપર્ણ વીધી હશે તો ગાંધીનગરથી જ ભાજપના નેતાઓ મારતી ગાડીએ દોડી આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ભાજપના નેતાઓને ઓળખતા થશે!!! જોકે, બીજી એ પણ ચોંકાવનારી બાબત છે કે, પંચાયતોમાં લોકોએ કોંગ્રેસના પ્રતિનિધિઓને બેસાડી દીધા છે, ત્યારે ભાજપને સરકારે કામો કર્યા હોવાનો દેખાડો કરવા અને લોકોની આંખમાં ધૂળ નાખવા ભાજપની સરકાર પંચાયતોના પ્રતિનિધિઓની બાદબાકી કરી નાખશે. કોઇ પણ કાર્યક્રમમાં ભાજપના મંત્રીઓ લાલ મોટર લઇને ફરતા જોવા મળશેે.
હજાર રૂપરડીના કામમાં પણ નેતાઓ કહે તો જ...
ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ ઠપ્પ થઇને પડ્યો છે. છેલ્લા છ મહિનાથી પંચાયતો ઉપર રાજ્ય સરકારે બ્રેક મારી દીધી છે માત્ર પગાર સિવાઇ કોઇ પણ પ્રકારના ખર્ચ કરવા માટે ગાંધીનગરના શાસકો માથંુ હલાવે તો જ ખર્ચને મંજુરી મળે તેવો તઘલખી નિર્ણય લેવાયો છે જેના લીધે અનેક પ્રકારના કામો વિલંબમાં પડ્યા છે તો કેટલા કામો મંજુરીની રાહમાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો