તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયદેસર છતાં કઠણાઈ: જીતુભાઈ વાઘાણીએ કહ્યું- કાળિયાબીડ મારી જવાબદારી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:શહેરના કાળિયાબીડ વિસ્તાર પરથી એશિયાની સૌથી મોટી ગેરકાયદેસર વસાહતનો લાગેલો દાગ ચાર માસ પૂર્વે જ નીકળી ગયો છે. ગત 10મી મેના રોજ કાળિયાબીડ રેગ્યુલરાઈઝ કરતું ફાઈનલ નોટિફિકેશન બહાર પડતા છેલ્લા 40 વર્ષથી પેચિદા પ્રશ્નો હલ થઈ ગયો છે. પરંતુ તંત્ર અને શાસકોની લાંબી લડત બાદ મળેલી કાળિયાબીડની કાયદેસરતાનો હજુ કાળિયાબીડના રહિશોને તલભારે’ય ફાયદો થયો નથી. પાલિતાણા સુગર મીલ દ્વારા સુધારેલો રિવાઈઝ પ્લાન કોર્પોરેશનમાં મંજુરી માટે નહીં મુકતા હજુ કોઈ પ્રક્રિયા જ આગળ વધી નથી. છેલ્લા 40 વર્ષથી વિવાદમાં સપડાયેલા કાળિયાબીડની કાયદેસરતાનો હલ ગત તા.10 મેના રોજ આવ્યો હતો.
કાળિયાબીડ રેગ્યુલરાઈઝ થયું તે ઘણી મહત્વની બાબત છે
10મી મેના રોજ કાળિયાબીડને રેગ્યુલરાઈઝ કરવા માટેનું ફાઈનલ નોટિફિકેશન બહાર પડ્યું હતું. કાળિયાબીડમાં રહેલી અનેક વિસંગતતાઓને કારણે કાળિયાબીડ રેગ્યુલરાઈઝ થયું તે ઘણી મહત્વની બાબત છે. .ડી.સી.આર.નો ભાગ બનાવી સ્પેશિયલ ઈ જોનમાં કાળિયાબીડને રેગ્યુલરાઈઝ કર્યું છે જેથી તત્કાલિન સમયે કાળિયાબીડના રહિશોએ આ જાહેરાતને હર્ષભેર વધાવી હતી. પરંતુ ફાઈનલ નોટિફિકેશન બહાર પડ્યાને ચાર-ચાર મહિના વિત્યા છતાં કાળિયાબીડના રહિશોને તેનો કોઈ લાભ જ મળ્યો નથી અને ભવિષ્યમાં ક્યારે મળશે તે પણ તંત્રએ કહેલું પણ મુશ્કેલભર્યું છે.ફાઈનલ નોટિફિકેશન બાદ પાલિતાણા સુગર મીલરે કોર્પોરેશન દ્વારા સુચવેલા સુધારા સાથેનો રિવાઈઝ પ્લાન મંજૂરી માટે મુકવાનો હોય છે. પરંતુ કોર્પોરેશન દ્વારા અવાર-નવાર સુચિત કરવા છતાં હજુ સુધી રિવાઈઝ પ્લાન નહીં મુકતા કાળિયાબીડ હજુ ગેરકાયદેસરતાની સમકક્ષ જ છે.
કાળિયાબીડ મારી જવાબદારી છે
કાળિયાબીડ રેગ્યુલરાઈઝ માટે અથાક મહેનત બાદ ફાઈનલ નોટિફિકેશન બહાર પડ્યું. કાળિયાબીડમાં લેઆઉટ પ્લાન સંદર્ભે કલેકટર સાથે પણ વાત કરી છે અને કાળિયાબીડના રહિશોને તેનો લાભ નજીકના દિવસોમાં જ ચોક્કસ મળશે. કાળિયાબીડ મારી જવાબદારી છે.- જીતુભાઈ વાઘાણી, પ્રમુખ, પ્રદેશ ભાજપ
કોર્પો.એ સુચવ્યા 10 સુધારા
કાળિયાબીડનો લેઆઉટ પ્લાન વર્ષ-2010માં કોર્પો. પાસે મુક્યો હતો. જે માટે ફાઈનલ નોટિફિકેશન બહાર પડ્યા બાદ તેમાં બીનખેતી ક્ષેત્રફળ, સ્થળ ફેરફાર, ડુ અને થાળાની જમીન બાદ કરવા સહિતના 8 થી10 સુધારા કરી રિવાઈઝ પ્લાન મુકવા કોર્પોરેશને સુચના આપી હોવા છતાં પાલિતાણા સુગર મીલે રિવાઈઝ પ્લાન મુક્યો નથી.
નોટિસ આપી છે
ફાઈનલ નોટિફિકેશન બાદ પાલિતાણા સુગર મીલે અગાઉ મુકેલા લેઆઉટ પ્લાનમાં ઘણા સુધારા જરૂરી છે જે સુધારા બાદ જ પ્લાન મંજૂર થઈ શકે. જે માટે પાલિતાણા સુગર મીલને પણ નોટિસ આપી રિવાઈઝ પ્લાન મુકવા સૂચિત કર્યાં છે. પરંતુ હજુ સુધી પ્લાન મુકાયો નથી. - સુરેશભાઈ ગોધવાણી, કાર્યપાલક ઈજનેર, ટાઉન પ્લાનીંગ
અન્ય સમાચારો પણ છે...