તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પક્ષવાદ કરતાં સમાજવાદના સમીકરણો પરિણામ ફેરવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: જિલ્લાની 7 બેઠક માટે 71 ઉમેદવાર મેદાને છે. હાલમાં 1 બેઠક કૉંગ્રેસની છે. ભાજપે 4 બેઠક પર ધારાસભ્ય રિપીટ કર્યા છે જ્યારે કૉંગ્રેસની એક માત્ર બેઠક પરના ધારાસભ્યને કૉંગ્રેસે ફરી ઉતાર્યા છે. ભાવનગરમાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંસદીય સચિવ અને રાજ્યકક્ષાના મંત્રી લડતાં હોવાથી રાજ્યભરની નજર ભાવનગર પર રહી છે.


મહુવા: ત્રિપાંખિયો જંગ ખેલાશે: ભાજપે આર. સી. મકવાણા અને કૉંગ્રેસે વિજય બારૈયા, બન્નેએ નવા ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપે ધારાસભ્યના પતિને મૂક્યા છે. મોદી સામે બાંયો ચડાવનારા ડૉ. કનુ કળસરિયાએ અપક્ષ ઉમેદવારી કરતાં ત્રિપાંખિયો જંગ છે.


તળાજા: નવા ઉમેદવાર, પક્ષને પ્રાધાન્ય: ભાજપે ગૌત્તમ ચૌહાણ અને કૉંગ્રેસે કનુ બારૈયા, બન્નેએ નવા ઉમેદવારો જ ઉતાર્યા છે. જ્ઞાતિ પ્રમાણે કોળી સમાજના વધુ મતદારો છે, પરંતુ ભાજપે ક્ષત્રિયોની કરેલી બાદબાકી અસરકર્તા રહેશે.


ગારિયાધાર:બે પાટીદાર વચ્ચે જામશે ખરાખરીનો જંગ: પાટીદાર પ્રભુત્વવાળી બેઠક પર ભાજપે કેશુ નાકરાણી અને કૉંગ્રેસે પી. એમ. ખેનીને ઉતાર્યા છે. 5 ટર્મથી વિજેતા નાકરાણીને ભાજપે રિપીટ કર્યા છે. 


પાલિતાણા: ભાજપ માટે કપરી સ્થિતિ: કૉંગ્રેસની આ બેઠક પરથી ગત ચૂંટણીમાં વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ હાર્યા હતા. આ વખતે ભાજપે ભીખાભાઈ બારૈયા અને કૉંગ્રેસે પ્રવીણ રાઠોડ, બન્નેએ કોળી ઉમેદવારો ઉતાર્યા છે. ભાજપના જ આગેવાનોને ટિકિટ ન મળતાં અપક્ષમાંથી ઉમેદવારી કરી હોવાથી રસાકસી રહેશે.


ભાવનગર(ગ્રા): જીત માટે જ્ઞાતિ સમીકરણ મહત્ત્વનું પરિબળ: સૌથી વધુ કોળી મતદારો ધરાવતી આ બેઠક પરથી પરશોત્તમ સોલંકી 4 ટર્મથી જીતે છે. કૉંગ્રેસે વખતે કોળી સમાજના ઍડ્વૉકેટ કાંતિભાઈ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. જ્ઞાતિ સમીકરણ પ્રમાણે ઉમેદવારની જીત નક્કી થશે.

 

ભાવનગર (પૂ):  બે મહિલા વચ્ચે કાંટે કી ટક્કર  જામશે: આ બેઠક પર કોળી સમાજના વધુ મતદારો છે પરંતુ બીજા સ્થાને બ્રાહ્મણ-વણિક છે. કૉંગ્રેસે કોળી સમાજના મહીલા ઉમેદવાર મૂકતાં ભાજપે સંસદીય સચિવ િવભાવરીબહેન દવે અને કૉંગ્રેસના નીતાબહેન રાઠોડ લડતાં હોવાથી બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે.


ભાવનગર (પ) | વાઘાણી, ગોહિલના વિજયનો મદાર મિશ્ર મતદારો ઉપર 


ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે કૉંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલને ઉતાર્યા છે. આ બેઠક પર કોળી મતદારો વધુ છે પરંતુ પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે વહેંચાતાં બ્રાહ્મણ, મુસ્લિમ અને દલિત સમાજ પર મદાર છે.

અન્ય સમાચારો પણ છે...