તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટબંધી દરમિયાન બેંક ખાતામાં મોટી રકમ ભરતા શિપબ્રેકર ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:  નોટબંધીના સમયગાળા દરમિયાન અસામાન્યપણે બેંકોમાં રદ્દ કરવામાં આવેલી ચલણી નોટો જમા કરાવનારા તમામ લોકો બેંક અને આવકવેરા વિભાગના સોફ્ટવેરની લિન્કને કારણે ઝપટે ચડ્યા છે. ભાવનગરના શિપબ્રેકર, બોટાદના ફરસાણ અને ચા-વાળાને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરમાં તાજેતરમાં સર્વેની કામગીરી દરમિયાન આવકવેરા વિભાગને મળી આવેલા ચોંકાવનારા દસ્તાવેજો પ્રમાણે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નં.11 ગૌતમ શિપબ્રેકર્સને ત્યાંથી નોટબંધીના સમયગાળા દરમિયાન દૈનિક ધોરણે બેંક ખાતામાં ભરવામાં આવી રહેલી રદ્દ થયેલી ચલણી નોટો અને વેચાણના દસ્તાવેજો સાથે કોઇ મેળ બેઠતો નહીં હોય તેવુ સર્વેની કામગીરીમાં સામેલ અધિકારીએ જણાવ્યુ હતુ. 

બોટાદમાં ભાવનગર આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સર્વેની કામગીરી દરમિયાન શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી જનતા ફરસાણ અને કોલકાતા ટી ડેપોમાંથી નોટબંધી દરમિયાન બેંક ખાતામાં અસમાન્યપણે રોકડ રકમો જમા કરાવવામાં આવી હતી.

તા.8 નવેમ્બરના રોજ નોટબંધી જાહેર કરવામાં આવી હતી અને 10 નવેમ્બરથી બેંકોમાં જૂની નોટો બદલી આપવાની, નોટો જમા કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અગાઉથી જ દેશની અગ્રગણ્ય સોફ્ટવેર કંપની પાસે બેંકોમાં જમા કરાવવાની થતી તમામ રોકડની વિગતો કોર બેન્કિંગની ઓનલાઇન સીસ્ટમ સાથે આવકવેરા વિભાગની સાથે જોડવામાં આવી હતી.

નોટબંધી દરમિયાન જે કોઇ લોકોએ અસામાન્યપણે બેંક ખાતામાં રોકડ રકમો જમા કરાવી હતી, તે તમામ લોકોની વિગતો કોમ્પ્યુટરમાં આવી છે. અને દૈનિક ધોરણે આવા તમામ વ્યવહારો કરનારા લોકોને ત્યાં આવકવેરાના સર્વે થઇ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો