તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર: પરીક્ષા આવી છતાં યુનિવર્સિટીએ ટાઇમ ટેબલ જાહેર કર્યુ નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આગામી તા.5 ડિસેમ્બરથી સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-1 અને તા.7 ડિસેમ્બરથી અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-2ની પરીક્ષા શરૂ થવાની તારીખ આપવામાં આવી છે ત્યારે હજી સુધી આ પરીક્ષા”માં વિષયવાર સમયપત્રક આપવામાં યુનિ. સફળ થઇ નથી.

શૈક્ષણિક વર્ષ 2016-17માં કોઇ પણ જાતના નક્કર આયોજન વગર ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ઝિંકી દીધા બાદ તેના માઠા પરિણામો મળ્યા. વારંવાર થયેલા ફેરફારોને કારણે પ્રવેશ પ્રક્રિયા ખુબજ લાંબી અને કંટાળાજનક બની રહી. ઓનલાઇન પ્રક્રિયાથી વિદ્યાર્થીઓના સમય અને ખર્ચમાં ભારે ફટકો સહન કરવો પડ્યો. સુવિધા જાણે દુવિધા બની ગઇ હતી. પરિણામે આખરે આડ અસર તો આ વર્ષના શૈક્ષણિક કાર્યને અને વિદ્યાર્થીઓને જ સહન કરવી પડી. આ ઉપરાંત સેમેસ્ટર સિસ્ટમ આવી પણ તેના જુદા જુદા માળખાઓમાં અનેક વિસંગતતાઓ રહેલી છે. વેકેશનમાં પરીક્ષા અને પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા આવી ગઇ. આવી બધી વિસંગતતાઓ છે.

યુનિ. દ્વારા હવે જ્યારે તા.5 ડિસેમ્બરથી પરીક્ષા શરૂ થવાને આડે પૂરા 10 દિવસ પણ બાકી નથી ત્યારે હજી સુધી આ પરીક્ષાઓમાં વિષયવાઇઝ ટાઇમ ટેબલ જાહેર થયું નથી. જેથી ક્યારે અને ક્યા દિવસે ક્યા વિષયનુ઼ પેપર હશે તે બાબતે વિદ્યાર્થીઓ હજી અજ્ઞાત છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ લેવાનારી આ પરીક્ષાના વિગતવાર સમયપત્રક તાકીદે જાહેર કરવા આવશ્યક છે. આમ પરીક્ષાને આડે 10 િદવસ પણ બાકી નથી ત્યારે હજી સુધી સમય પત્રક જાહેર કરાયું નથી.
અન્ય સમાચારો પણ છે...