ભાવનગર યુનિ. ખાડે ગયેલા વહીવટ અંગેકુલપતિ સામે વધુ કેટલાક કર્મીઓ સામે આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરઃમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ખાડે ગયેલા વહિવટ અંગે એકેડેમિક કાઉન્સિલ (એ.સી.), એક્ઝિક્યૂટિવ કાઉન્સિલ (ઇ.સી.), રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખો સહિતના લોકો કુલપતિની કાર્યપધ્ધતિ અને નિર્ણયશક્તિ અંગેના ઠંડા પ્રતિસાદ અંગે વિરોધ કરી રહ્યા હતા. એક માત્ર કર્મચારી સંગઠ્ઠન કુલપતિ અંગે મૌન ધારણ કરી અને મૂક સંમતિ રાખી રહ્યા હતા, પરંતુ હવે તેઓ પણ સામે આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


એક માત્ર કર્મચારીઓ જ કુલપતિને મૂક સંમતિ દરેક બાબતોમાં આપી રહ્યા હતા, પરંતુ છટ્ટા પગારપંચના એરિયર્સ નહીં ચૂકવવા બાબત, પરીક્ષા નિયામક સહિતના કર્મચારીઓને આપવામાં આવી રહેલા માનસીક ત્રાસ, અન્ય યુનિવર્સિટીઓની સરખામણીએ સાતમા પગારપંચ અંગેની દસ્તાવેજી પ્રક્રિયા અને પૂર્તતા કરવામાં દાખવવામાં આવેલી શૂષ્કતાને કારણે વિધાનસભા ચૂંટણી અંગેની આચાર સંહિતા અમલમાં આવી ગઇ હતી, અને કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ હાલ પુરતો મળી શક્યો નહીં. આ તમામ બાબતોથી નારાજ કર્મચારી પરિવાર દ્વારા પણ કુલપતિ સામે વિરોધના સૂર પ્રગાઢ બનવા લાગ્યા છે.

 

 

નિયમાનુસાર કામગીરી લેવાય છે, વિરોધની ચિંતા નથી
 

ભાવનગર યુનિવર્સિટીમાં કર્મચારીઓ પાસેથી નિયમાનુસાર જ કામગીરી લેવામાં આવી રહી છે, કોઇને વિરોધ કે રોષ હોય તો મારી પાસે આવી શકે છે. પરંતુ યુનિવર્સિટીના સુચારૂ સંચાલન માટે નિયમ મુજબની કામગીરી તો લેવામાં આવશે. વિરોધની કોઇ ચિંતા નથી.  શૈલેષભાઇ ઝાલા, કુલપતિ, MKB યુનિવર્સિટી
 

 

કુલપતિ-રજીસ્ટ્રાર કર્મીઓને ત્રાસ આપવાનું બંધ કરે
યુનિ.ના કર્મચારીઓને એક યા બીજી રીતે હેરાન કરવા અધિકારીઓને માનસીક ત્રાસ આપવાનું કુલપતિ અને રજીસ્ટ્રાર બંધ કરે અને નિયમાનુસાર વહિવટ ચલાવે, કર્મચારીઓને નુકસાનકર્તા એકપણ બાબતને સાંખી લેવામાં નહીં આવે અને કર્મચારી પરિવાર દ્વારા તેનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે, અને કાયમ માટે પાઠ ભણાવવાની, આંદોલનાત્મક કાર્યક્રમોની ચેતવણી આપવામાં આવે છે.  ડૉ.અોમભાઇ ત્રિવેદી, પ્રમુખ, MKB યુનિ.કર્મચારી યુનિયન

અન્ય સમાચારો પણ છે...