તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: તળાજામાં 1,પાલિતાણામાં અડધો ઇંચ વર્ષા, વાતાવરણમાં ઠંડક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: આજે તળાજામાં બપોર બાદ સાંજના સમયે પણ મેઘમહેર વરસી હતી. તળાજામાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ બાદ ધોધમાર મહેર વરસતા આજે આખા દિવસમાં એક ઇંચ વરસાદ વરસી જતા વાતાવરણમાં ટાઢક પ્રસરી વળી હતી. આજે પાલિતાણામાં સાંજના 5થી 6 વાગ્યા દરમિયાન ધીમી ધારે 12 મી.મી. એટલે કે અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો જો કે પાલિતાણાના આસપાસના ગ્રામ્ય પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યાના વાવડ મળ્યા છે. તો ઉમરાળામા પણ સાંજના સમયે હળવા ઝાપટા વરસતા કુલ વરસાદ 8 મી.મી. નોંધાયો હતો.

જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ 7 ઇંચ થયો

ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢ માસ અડધો પૂર્ણ થઇ ગયો છે ત્યારે પણ હજી મેઘો મન મૂકીને વરસાદ વરસાવતો નથી. સાંબેલાધાર વરસાદની બદલે માત્ર સરવડાં વરસી રહ્યાં છે. આજે ભાવનગર જિલ્લામાં પાંચ તાલુકાઓમાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. તળાજામાં આજે આખો દિવસ વાદળો અને સૂરજ વચ્ચે સંતાકૂકડી ચાલુ રહી હતી દરમિયાનમાં બપોરના સમયે વાદળો ઘેરાયા હતા અને ધોધમાર વરસાદ ખાબકશે તેવું વાતાવરણ જામ્યું હતુ પણ આ સ્થિતિ વચ્ચે 1 ઇંચ વરસાદ પડ્યો હતો. આજે 7 મી.મી. વરસાદ વરસતા આ સિઝનમાં તળાજામાં કુલ વરસાદ 221 મી.મી.ના આંકને આંબી ગયો છે. ઘોઘા ગામે આજે વધુ 5 મી.મી. વરસાદ ઝાપટા સ્વરૂપે વરસતા આ ચોમાસામાં કુલ વરસાદ 135 મી.મી.ના આંકને આંબ્યો છે. મહુવામાં આજે હળવા ઝાપટા વચ્ચે 4 મી.મી. વરસાદ વરસી ગયો હતો. તેથી સિઝનનો કુલ વરસાદ 149 મી.મી. થયો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો