તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર: આજથી ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:તા.8 માર્ચને મંગળવારથી ભાવનગર સહિ‌ત સમગ્ર રાજ્યમાં ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં ધો.10ના 45,716 અને ધો.12 સા.પ્ર.ના 22,721 તેમજ વિજ્ઞાન પ્રવાહના બન્ને સેમેસ્ટરના તથા રિપિટર મળી કુલ 11,050 પરીક્ષાર્થી‍ઓ માટે આયોજનને આખરી ઓપ અપાઇ ગયો છે. આજે શહેર-જિલ્લામાં ધો.10 અને ધો.12ની બેઠક વ્યવસ્થા નિહાળવા પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થી‍ઓ અને તેના વાલીઓનો ધસારો રહ્યો હતો.
-આજથી ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ
-જિલ્લામાં ધો.10માં 45,716 અને ધો.12માં 33,771 પરીક્ષાર્થી‍ઓ
-ધો.10માં સવારે ગુજરાતી, બપોરે ધો.12માં નામું, સહકાર પંચાયત અને ફિઝિક્સનું પેપર
ધો.12, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ ફિઝીક્સના પ્રશ્નપત્ર અને સામાન્ય પ્રવાહમાં કોમર્સના વિદ્યાર્થી‍ઓ માટે નામાના મૂળ તત્વોના પ્રશ્નપત્ર સાથે તા.8 માર્ચને સોમવારથી થશે. જ્યારે સોમવારે સવારે ધો.10માં ગુજરાતી અને અંગ્રેજી વિ.પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર સાથે પ્રારંભ થશે. દરેક પરીક્ષાર્થી‍ને અડધો કલાક પહેલાં પરીક્ષા ખંડમાં આવી બેઠક ક્રમાંક વિ. જોઈ લેવા જણાવાયું છે.ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંઆજથી કંટ્રોલ રૂમ શરુ થઇ ગયો છે જે સવારે 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમજ પરીક્ષાર્થી‍ઓ, વાલીઓ અને શાળાઓને જરૂરી માર્ગદર્શન આપશે તેનો નંબર 0278-2426629 છે. વડવા - વોર્ડના નગરસેવકોની ટીમે પ્રાથમીક સુવિધાના પ્રાધાન્ય સાથે કુમારશાળા, નંદકુંવરબા, સિસ્ટર નિવેદીતા, સેન્ટ ઝેવીયર્સ, ફાતિમા કોન્વેન્ટ સ્કુલ બહાર બોર્ડના કેન્દ્રો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે.
ક.પરાના છાત્રો માટે રિક્ષાની સેવા
બોર્ડની પરીક્ષામાં કરચલીયા પરા વિસ્તારના 150 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. કરચલીયા પરા યુવા ગ્રુપ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા-લઇ જવા માટેની વિના મુલ્યે વાહન સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ વાહનો કરચલીયા પરા વાલ્કેટગેટ ખાતેથી ઉપડશે. જે વિદ્યાર્થીઓએ વાહન વ્યવસ્થાનો લાભ લેવો હોય તેઓએ ધર્મેન્દ્ર બારૈયા 9898118187, પ્રકાશ ગોહેલ 9979181818, મુનાભાઇ વેગડ 9374202954નો સંપર્ક કરવા જણાવાયું છે.
થાકેલુ મગજ પરીક્ષામાં યોગ્ય કામ નહી આપે
એકઝામને સિરિયસલી લેવાને બદલે સિન્સીયરલી લેવું. આખુ વર્ષ ખુબ મહેનત કરી છે અત્યારે માત્ર તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. પુરતી ઉંઘ લો. થાકેલુ મગજ યોગ્ય કામ નહી આપે. સમયાંતરે રિલેકસ થતા રહેવા સાથે લાગણી, ટેન્શન, વિચારો, ભયને માતા - પિતા, શિક્ષક કે મનોચિકિત્સક સમક્ષ વ્યક્ત કરતા રહેવું જરૂરી છે.- ડો.શૈલેષ જાની, મનોચિકિત્સક
અન્ય સમાચારો પણ છે...