• Gujarati News
  • Bhavnagar Slum free By The Corporation Of The City Plan Of Action

ભાવનગર સ્લમ ફ્રી સિટી પ્લાન ઓફ એકશન માટે કોર્પોરેશન દ્વારા શરૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એર્ફોડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 1506 ઉપરાંત વધુ 1200 મકાનો બનાવવાનું આયોજન

ભાવનગર : ગરીબ નહીં પરંતુ ગરીબી દૂર કરવા સરકાર મથામણ કરી રહી છે. ત્યારે ભાવનગર પણ સ્લમ ફ્રી સિટી બનાવવા તરફ આગળ ધપી રહ્યું છે. હાલમાં 1506 મકાનો આર્થિક રીતે નબળા લોકો માટે બની રહ્યા છે અને હજુ આગામી િદવસોમાં વધુ 1200 મકાનો બનાવવાનું મહાનગરપાિલકાનું આયોજન છે તદ્દઉપરાંત અન્ય સ્લમ િવસ્તારો નાબૂદ કરાશે. ત્યારે ભાવનગરનું ભવિષ્ય ઉજળુ વર્તાઈ રહ્યું છે અને ભાવનગર શહેર બનશે સ્લમલેસ સિટી.

સ્લમ િવસ્તારોને નાબૂદ કરી તે લોકોને સગવડભર્યા મકાનો આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કમરકસી રહી છે. આર્થિક રીતે નબળા લોકો માટે અનેક લાભદાયી હાઉસિંગ યોજનાઓ જાહેર કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા હાઉસિંગ ફોર ઓલ બાય 2022 પોલીસી હેઠળ દરેક લોકોને 2022 સુધીમાં પોતાનું ઘરનું ઘર હોય તેવા આયોજનો થઈ રહ્યા છે જે સ્કીમ હેઠળ ભાવનગર મહાનગરપાિલકાએ 80% સ્લમ ફ્રી સિટી પ્લાન ઓફ એકશન રજૂ કર્યો છે. જે મુજબ આગામી વર્ષોમાં ભાવનગર પણ સ્લમલેસ સિટી બની જશે.

ભાવનગર મહાનગરપાિલકા દ્વારા જુદા જુદા છ િવસ્તારોમાં 1506 મકાનો ઈ.ડબલ્યુ.એસ. એર્ફોડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જે મકાનોની બાંધકામની પડતર રૂા.6 લાખ અને બજાર િકંમત રૂા.9થી11 લાખના મકાન લાભાર્થીઓને માત્ર રૂા.3 લાખમાં જ પડશે. આવા જ એર્ફોડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત આગામી િદવસોમાં વધુ 1200 મકાનો બનાવવાનું આયોજન છે. આગામી વર્ષોમાં ભાવનગરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટે કોર્પોરેશન સક્રિય છે.
સુવિધાયુક્ત સુરક્ષિત મકાનો બનશે

ભાવનગર શહેર માટે સ્લમ ફ્રી સિટી પ્લાન ઓફ એકશન મુજબ કોર્પો. કામ કરી રહ્યું છે. EWS એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રમાણે 1506 મકાનો માટે કામગીરી શરૂ છે. અને આગામી િદવસોમાં વધુ 1200 જેટલા મકાનો બનાવવાનું આયોજન છે. ઉપરાંત સ્લમ રિહેબીલીટેશન પ્રોજેક્ટનો DPR બનાવવાનું પણ શરૂ છે જેથી આગામી સમય ભાવનગર શહેર માટે સ્લમ ફ્રી બની રહેશે. - જે.એ.રાણા, ટાઉન પ્લાનીંગ ઓફિસર, મ્યુ.
સરદારનગરમાં અને જનતાનગરમાં રૂા.45 કરોડના ખર્ચે 700 મકાનો બનશે

સરકાર દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ઉપરાંત જ્યાં સ્લમ િવસ્તાર હોય ત્યાં સ્લમ િવસ્તારમાં રહેતા રહિશોને તે સ્થળે તમામ જાતની સગવડતા સાથેના ફ્લેટ બનાવવા સ્લમ રિહેબીલીટેશન પ્રોજેક્ટ પણ ભાવનગરમાં અમલમાં લાવશે. પ્રથમ તબક્કામાં સરદારનગર ખાતે બે અને િશશુિવહારથી પ્રભુદાસ તળાવ તરફ રેલ્વે લાઈન પાસે આવેલા જનતા નગરમાં બે પ્રોજેક્ટો પર કોર્પોરેશન કામ કરશે અને તેમાં અંદાજીત રૂા.45 કરોડના ખર્ચે 700 મકાનો બનાવવામાં આવશે.