તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર: મીઠીવિરડીનું અણુવિદ્યુત મથક ખસેડાશે,આંધ્રપ્રદેશમાં લઈ જવાની વિચારણા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:મીઠીવિરડી ખાતે બનનારા અણુવિદ્યુત મથકને રાજ્ય બહાર ખસેડવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને પૂછવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ વચ્ચે જો પ્રોજેક્ટ સાકાર થઈ શકે તેમ ન હોય તો તેને આંધ્રપ્રદેશ ખાતે ખસેડવાની વિચારણા ચાલી રહી છે.ભાવનગરથી 45 કિલોમીટર દૂર દરિયાઈ પટ્ટી ઉપર આવેલા મીઠીવિરડી, જસપરા, ખદરપર સહિતના ગામો સાથે આ પ્રોજેક્ટની સરહદ સંકળાયેલી હોય અહીંના ખેડૂતો ઉપરાંત ગામલોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જેના કારણે લાંબા સમયથી અણુ વિદ્યુત મથકનું કામ આગળ ધપી શક્યું નથી. તેની કામગીરી માટે સરકાર દ્વારા વખતોવખત પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે અને ખેડૂત આગેવાનોને સમજાવવામાં પણ આવ્યા છે. પરંતુ અત્યાર સુધીના તે તમામ પ્રયત્નો નિષ્ફળ જતા હવે યોજનાને ગુજરાતમાંથી ખસેડીને આંધ્રપ્રદેશ રાજ્યમાં લઈ જવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્ય સરકાર નિર્ણય કરશે...
મીઠીવિરડીનો અણુવિદ્યુત મથક પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં રાખવો કે ત્યાંથી ખસેડીને આંધ્રપ્રદેશમાં લઈ જવો તે અંગે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે અને તેના વિષે ગુજરાત સરકારને પૂછવામાં આવ્યું છે. તેના નિર્ણય મુજબ આગળની પ્રક્રિયા ચાલશે.- ડો.મનસુખ માંડવિયા, સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો